રૂા. અડધા લાખની રોકડની ચોરીનાં બનાવનો ભેદ ઉકેલતી જૂનાગઢ પોલીસ : ઓન ધ સ્પોટ કામગીરીની સરાહના

0

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી અને ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પાકિટ ચોરી તથા રોકડ રકમની ચોરીની ફરિયાદો આવતા, સઘન ચેકીંગ હાથ ધરી, મળેલ બાતમી આધારે આરોપી વિજુબેન  દિનેશભાઇ સામતભાઈ સોલંકી દેવીપૂજક ઉ.વ. ૩૫ રહે. વિજવડ ગામ તા. ગોંડલ જી. રાજકોટ ને પકડી પાડી, ઝડતી કરતા, રોકડ રકમ રૂા. ૬,૫૭૦/- પકડી પાડી, ધરપકડ કરી, ચોરીનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ હતો. દિવાળીના તહેવારોમાં લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે જુદી જુદી ચિટર ગેંગ, ચોરી કરતી ગેંગ દ્વારા ખરીદી કરવા આવતા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, મહેન્દ્રસિંહ ઝણકાર, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફના હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, કલ્પેશભાઈ, પંકજભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ પાકિટ ચોર આરોપી વિજુબેન વા/ઓ દિનેશભાઇ સામતભાઈ સોલંકી દેવીપૂજક ઉવ. ૩૫ રહે. વિજવડ ગામ તા. ગોંડલ જી. રાજકોટ ની સઘન પૂછપરછ તથા જુના સીસીટીવી ચેક કરતા ગયા વર્ષે દિવાળીના સમયમાં પણ આરોપી બાઈ જૂનાગઢ માંગનાથ રોડ ઉપર રૂા. ૫૦,૦૦૦/- ના પાકિટની ચોરી કારેલાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ હતું. જે તે વખતે મળેલ સીસીટીવી આધારે પૂછપરછ કરતા પકડાયેલ આરોપી વિજુબેન દીનેશભાઈ સોલંકી સીસીટીવી જાેઈને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયેલ અને ભાંગી પડેલ તથા આ ચોરી પોતે કરી હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. પરંતુ આ બાબતે ગયા દિવાળીના તહેવારોમાં ફરિયાદી દ્વારા માત્ર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ ફરિયાદ કરવામાં આવેલ ના હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા જૂનું રેકર્ડ તપાસી ફરિયાદીને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, મહેન્દ્રસિંહ ઝણકાર, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફના હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, કલ્પેશભાઈ, પંકજભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા ગયા વખતનું રેકર્ડ તપાસતા, ફરિયાદી બહેનનું નામ વિરલબેન વા/ઓ ભવદીપભાઈ રમેશભાઈ સાકરીયા જાતે કારડીયા હોવાનું અને તેઓ હાલ તેઓ માણાવદર તાલુકાના કોઠારીયા ગામે રહેતા હોવાનું જાણવા મળેલ હતું. વાત જાણે એમ બનેલ કે, ગયા દિવાળીના તહેવારોના સમયમાં વિરલબેન કારડીયા પોતાના લગ્ન હોઈ, ખરીદી કરવા જૂનાગઢ ખાતે આવેલ હતા, ત્યારે તેઓનું રૂા. ૫૦,૦૦૦/- રોકડ ભરેલ પાકિટ ચોરી થઈ ગયેલ હતું. તેઓ દ્વારા પોતાના લગ્નની ખરીદીના રૂપિયા ચોરી થઈ જતા પોલીસ સ્ટેશન આવી રડવા લાગેલ હતા અને પોલીસ દ્વારા સઘન મહેનત કરતા, સીસીટીવી ફૂટેજ મળેલા હતા. પરંતુ, આરોપી મળેલ નહીં. ફરિયાદી ખૂબ જ દુઃખી હોઈ, પોતાના રૂપિયા પરત મળશે નહીં તેવું વિચારી, પોલીસ દ્વારા ફરિયાદ કરવા જણાવવા છતાં, નસીબમાં હશે તો મળશે, એવું વિચારી, ફરિયાદ કરેલ નહીં. હાલમાં તો તેઓના લગ્ન પણ થઈ ગઈલા છે અને પોતાના પતિ સાથે રહે છે. જેથી, પોલીસ દ્વારા વિરલબેન કારડીયાને ફોન કરીને જૂનાગઢ બોલાવી, આરોપીને પોલીસની ભાષામાં સમજાવી દેતા, આરોપી વિજુબેન સોલંકી દ્વારા પોતાના કુટુંબીજનો મારફતે રોકડા રૂા.૫૦,૦૦૦/- મંગાવી, પોલીસની રૂબરૂમાં વિરલબેન કારડીયાને સોંપવામાં આવ્યા હતા. વિરલબેને પણ એક વર્ષ અગાઉ થયેલ ચોરીની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પોતાના એક વર્ષ પહેલા ચોરી થયેલા રૂપિયા વિરલબેન કારડીયાને રોકડા મળતા, ભાવ વિભોર થઈ ગયેલા હતા અને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ભાગ્યેજ બનતા બનાવ જેવા આ કિસ્સામાં જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદીની ઈચ્છા મુજબ કોઇપણ કાગળની કાર્યવાહીમાં પડયા વગર રોકડ રકમ ઓન ધ સ્પોટ ફરિયાદીને સોંપી, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!