જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલ દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આશરે લાખની કિંમતના વિદેશી દારૂનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એસડીએમ ડી.વી. વાળા તથા નશાબંધી અધિક્ષક એમ.બી. સોલંકી, પીઆઇ એન.આર. પટેલ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં વિસાવદર પોલીસ સ્ટેશનના કુલ ૪૫ ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ ૩૮૦૩ તથા બિયર નંગ ૫૮ કિંમત રૂા.૧૫,૭૯,૮૯૦/-ના મુદ્દામાલનું રોલર ફેરવી અને માણાંદિયા રોડ ઉપર વિસાવદર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૧૯થી આજદિન સુધીમાં છેલ્લા ત્રણ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ૪૫ ગુનાનો મુદ્દામાલ હતો. બે દિવસ પહેલા ભેસાણ ખાતે પણ આશરે ૮૨ લાખના ૨૧૪૨૦ બોટલનો નાશ કરવામાં આવેલ હતો. આમ, છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન જૂનાગઢ પોલોસ દ્વારા આશરે એક કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews