આવતીકાલે દિપાવલી પર્વ ઉજવાશે : જૂનાગઢ સહીત સોરઠમાં ભારે ઉત્સાહ

0

જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રમાં તહેવારોની ઉજવણીનો માહોલ પુરબહારમાં ખીલી ઉઠયો છે.  ગઈકાલે ધનતેરશનાં દિવસે ખરીદીની ધુમ ઉઠી હતી અને વિવિધ બજારોમાં લોકો વસ્તુ ખરીદી માટે ઉમટી પડયા હતા. તહેવારોનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલુ છે ત્યારે દરેક તહેવારોને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. દિપાવલી અને નુતન વર્ષનાં આગમનને વધાવવા લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. કારતક સુદ અગિયારસનાં દિવસથી દિપાવલીનાં તહેવારોનો પ્રારંભ થતો હોય છે અને જેમ જેમ દિવસ જાય છે તેમ વધુ ને વધુ ઉત્સાહ લોકોમાં પ્રગટે છે. ચાલુ વર્ષ સમયસર વરસાદ બાદ ખેત ઉત્પાદનો પણ સારા થયા હોય જેને કારણે તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ પ્રગટયો છે. ગઈકાલે ધનતેરશનાં  દિવસે બજારો ભરચક્ક જાેવા મળી હતી. મુખવાસથી માંડીને સોનાચાંદીના દાગીના સુધીની ધુમ ખરીદી થઈ હતી. આજે કાળીચૌદશનો દિવસ છે અને આવતીકાલે દિપાવલીનું પર્વ આવી રહ્યું છે. પ્રકાશનાં આ પર્વેને ઉજવવા લોકોમાં થનગનાટ જાેવા મળે છે. ઘર આંગણે સજાવટનાં આસોપાલવનાં તોરણથી લઈ રંગોળી માટેનાં કલર દિવડા પ્રગટાવવા કોડીયા, ઈલેકટ્રીક સિરીજાે તેમજ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરતા લોકો જાેવા મળી રહયા છે. આ ઉપરાંત તહેવારોમાં ફરસાણ અને મીઠાઈની પણ બોલબાલા હોય છે. બજારોમાં અનેક પ્રકારની મિઠાઈઓ હાલ ઉપલબ્ધ છે. ફરસાણ અને સ્વીટમાર્ટો ધમધમી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં ફટાકડાની બજારો પણ ગ્રાહકોથી ઉભરાઈ રહી છે.  મોંઘવારીનો માર દરેક ક્ષેત્રમાં જાેવા મળે છે ત્યારે ફટાકડાઓમાં મોંઘવારી સામે આવી છે. પ૦ રૂપિયાથી લઈ ૧૦૦૦ રૂપિયાનાં ફટાકડાની વિવિધ આઈટમો જાેવા મળી રહી છે. ચકલી બોમ્બ, રોકેટ,  લવીંગીયા, ફુલઝર, સહીતની અનેક વેરાઈટીઓ જાેવા મળી રહી છે. તહેવારોનાં આ દિવસોમાં લગભગ તમામ બજારોમાં ખરીદીનો માહોલ ઉઠયો છે અને લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.  આવતીકાલ સવારથી જ લોકો દિપાવલીનાં પર્વને આવકારશે. અને વિવિધ મંદિરોમાં દર્શને પણ ઉમટી પડશે ત્યારબાદ સતત ઉજવણીમાં કાર્યરત રહેશે અને પરમદિવસે એટલે કે શુક્રવારે નવા વર્ષને પણ ભારે ઉત્સાહ સાથે વધાવી લેવામાં આવશે. દિપાવલીનાં તહેવારોની ઉજવણી અંતર્ગત સોરઠમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!