જૂનાગઢ સંગ્રહાલય ખાતે યોજાયેલ રંગોળી પ્રદર્શન જાેઇ લોકો પ્રભાવિત થયા

0

લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી તથા રમત ગમત અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ દ્વારા જૂનાગઢ સંગ્રહાલય સરદાર બાગ ખાતે સરદાર પટેલ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અન્વયે તા.૩૧ ઓક્ટોબરથી તા.૪ નવેમ્બર સુધી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ રંગોળી પ્રદર્શનમાં ભાર્ગવભાઇ, રીમ્પલબેન, ભૂમિબેન, વૈભવભાઇ, દીપેનભાઇ અને વિરલભાઇ સહિતનાઓ દ્રવારા સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની રંગોળીને રંગોથી કંડારવામાં આવી હતી. તે ઉપરાંત આઝાદીની ચળવળ, આઝાદીના આંદોલનો, આરઝી હકુમત સહિતની માહિતી સાથેના પ્રદર્શનો મુકવામાં આવ્યા છે. આ પ્રદર્શનો નિહાળવા રોજના અનેક લોકો આવી રહ્યા છે. પ્રદર્શન નિહાળતા ખુશ્બુબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, રંગોળી જાેઇને પ્રભાવિત થઇ છું. આવી રંગોળી બનાવવી નિપુણ કલાત્મકતાની વાત છે. અહીંથી આરઝી હકુમત, ગાંધીજીના અહિંસક આંદોલનો, આઝાદીની ચળવળ સહિતની માહિતી મળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!