યાત્રાધામ દ્વારકા દિપાવલીનાં તહેવારો દરમ્યાન અંતિમ દિવસોમાં યાત્રીકો બહોળીસંખ્યામાં ઉમટી પડયા હતાં. દિપાવલી, નૂતનવર્ષ, ભાઈબીનાં તહેવારો ઉપરાંત શનિ-રવિની રજાઓનાં કારણે દ્વારકામાં માનવ કીડીયારૂ છવાઈ ગયેલ હતું. બહારથી પધારેલા ભાવિકોએ આસ્થાભેર શહેરની પૂણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરીને કાળીયા ઠાકુરને શીશ જુકાવી ધન્યતા અનુભવેલ હતી. દિપાવલીનાં શુભદિને હાટડી દર્શન, નૂતનવર્ષનાં પાવન પર્વે ગોવર્ધન પૂજા તથા અન્નકુટ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ હતો. જગત મંદીર પાસેથી વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો રાજધિરાજનાં દર્શન માટે ઉમટી પડેલ હતી. આ ઉપરાંત ભાઈબીજનાં પાવનપર્વે ગોમતી નદીમાં દીવડાઓ મુકવાનું મહત્વ છે. જે કોઈ આજના દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દીવડા કરશે તેમને યમયાતના કયારેય ભોગવવી નહી પડે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews