ચોરવાડમાં રૂા.૬પ.૩૦ લાખના ખર્ચે આધુનિક મચ્છી માર્કેટ બનશે : ખાતમુર્હુત

0

લાભ પાંચમનાં પાવન  દિવસે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના વરદ હસ્તે અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ ચોરવાડમાં સૌ પ્રથમવાર લાઈટ, પાણી સહીત તમામ સુવિધા સાથે આશરે રૂા.૬પ.૩૦ લાખના ખર્ચે આધુનિક મચ્છીમાર્કેટનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું. આ મચ્છી માર્કેટ આધુનિક અને નગરપાલિકાના વિસ્તાર અને વસ્તીને અનુલક્ષીને બહોળી જગ્યામાં બનાવવામાં આવશે તેમજ આ મચ્છીમાર્કેટમાં વેંચવા આવતા લોકોને સારી એવી બેસવા માટે સેડની વ્યવસ્થા કરવામાં આવશે. રસ્તા ઉપર ટ્રાફીક ન થાય તેવા  હેતુથી આશરે ૧પ૦૦૦ સ્કવેર ફુટની જગ્યામાં બ્લોક ફીટીંગ કરી વાહનો રાખવા માટે સેડ બનાવવામાં આવશે તેમજ રાત્રીના સમય દરમ્યાન પણ લોકો આવી શકેતે માટે લાઈટની સુવિધા પણ કરવામાં આવશે અને મચ્છી માર્કેટ રાત્રીના બંધ થયા બાદ સફાઈ થઈ શકે તે માટે પાણીના બોરની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને સફાઈ દરમ્યાન ગંદા પાણીના નિકાલ માટે અન્ડર ગ્રાઉન્ડ લાઈનની સુવિધા પણ કરવામાં આવશે જેથી સ્વચ્છતા પણ જળવાય રહે તેમજ માચ્છી માર્કેટ ફરતે કમ્પાઉન્ડ હોલની સુવિધા પણ કરવામાં આવશે છે જેથી રાત્રીના સમય દરમ્યાન લોક કરી શકાય જેથી રખડતા પશુઓ પણ માર્કેટમાં પ્રવેશી ન શકે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!