કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો, વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં રાત્રીના પણ ઓપનેર થ્રેશર શરૂ કર્યા

0

ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. વધુ વરસાદના કારણે મગફળીના પાકમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા ખેત ઉત્પાદન અને ઘાસચારામાં નુકશાન થયું હતું. અનેક ખેડૂતોને ખર્ચ જેટલું પણ ઉત્પાદન થયું નથી તો કોઈ ખેડૂતોને મગફળીના પાકમાં સારૂ ઉત્પાદન થવાની સંભાવના છે. તેવા ખેડૂતોને મગફળી ઉપાડવાની કામગીરી કર્યા બાદ ખેતરોમાં પાથરા પડયા હોય તેવા સમયે અને શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ચાર મહીનાની મહેનત બાદ મગફળીનો તૈયાર થયેલ પાક હાથમાંથી જવાની ભીતીથી ખેડૂતોએ રાત્રીના સમયે ઓપનેર થ્રેશર શરૂ કરી ખેત પેદાશો સાચવવા કામે લાગ્યા છે. જીવના જાેખમે ખેડૂતો મજુરો રાત્રીના સમયે કામ કરતા જાેવા મળી રહ્યા છે. એક તરફ ખેડૂતો મગફળીનો પાક સાચવવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ આગોતરી મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોએ મગફળીનો પાક સાચવી લીધા બાદ શિયાળુ પાકનું વાવેતર કરવાની ઉતાવળ પણ જાેવા મળી રહી છે.  વાતાવરણમાં બદલાવના કારણે કમોસમી વરસાદ થશે તો અમુક ખેડૂતોએ થોડા દિવસો પહેલા કરેલ શિયાળુ પાકના વાવેતરમાં નુકશાની થવાની પણ શક્યતા છે. ત્યારે વાતાવરણમાં બદલાવ આવતા કમોસમી વરસાદ થશે કે કેમ તે જાેવાનું રહ્યું પણ હાલ ખેડૂતોમાં નિરાશા જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!