પરિક્રમામાં ભૂલા પડેલા લોકોનું જૂનાગઢ પોલીસની ખોયા પાયા ટીમ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાયું

0

તાજેતરમાં ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમા  દરમ્યાન ભવનાથ પોલીસને બોરદેવી ખાતેથી એક બાર વર્ષની ઉંમરની દીકરી જેન્સી અનિલભાઈ તાળા પટેલ મળી આવેલ હતી. જેની પૂછપરછમાં પોતે લાલપુર તાલુકાના ખટિયા ગામના વતની છે અને પોતાની દાદી જાેશનાબેન ચનાભાઈ તાળા સાથે પોતે પરિક્રમા કરવા આવ્યા હોવાની વાત કરેલ હતી. પરિક્રમા દરમ્યાન પોતાની દાદીમાં ધીમે ધીમે ચાલતા હોય, પોતે દાદીથી અલગ થઈ ગયેલ હતી. દરમ્યાન પોતાની દાદીમાંની તપાસ કરતા મલી આવેલ ના હતા, જે બોરદેવી બંદોબસ્તમાં રહેલી પોલીસના ધ્યાને આવતા અને દીકરી રડતી હોય, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, રાજુભાઇ, યુસુફભાઈ, નારણભાઇ, રામદેભાઈ, માલદેભાઈ, જ્યોતિબેન, મુકેશભાઈ, જૈતાભાઈ સહિતના સ્ટાફ દ્વારા લાલપુર તાલુકાના ખટિયા ગામ ખાતે તપાસ કરાવતા, મળી આવેલ બાળકના માતા-પિતા ચિંતામાં પડી ગયેલા અને સવારે પોતે લેવા આવતા હોવાની વિગતો જાણવા મળેલ હતી. ભવનાથ પોલીસની ખોયા પાયા ટીમ દ્વારા મળી આવેલ જેન્સી ગભરાયેલી હોય, સાંત્વના આપી, પોતાની દીકરીની જેમ રાખી, રાત્રી દરમ્યાન જમવાની તથા રહેવાની પોલીસ સ્ટેશન ખાતે જ મહિલા પોલીસ કર્મચારીઓ જ્યોતિબેન અને ઉષાબેન દ્વારા પોતાની સાથે રાખી, ઉમદા કાર્ય કરેલ હતું.  જેથી, ભવનાથ પોલીસ દ્વારા મળી આવેલ દીકરી જેન્સીના પિતાને જાણ કરી, સાથે સાથે ભવનાથ પોલીસ સ્ટેશનની ખોયા પાયા ટીમ દ્વારા દીકરી જેન્સીના વિખુટા પડેલા દાદીમાં જાેશનાબેનને શોધવા બોરદેવીના નાકા ખાતે પૂછતાં રહેતા દાદીમાં વહેલી સવારે મળી આવતા, પોલીસ સ્ટેશન ખાતે બોલાવી, મળી આવેલા દીકરીના દાદીને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, મળી આવેલ દીકરી જેન્સીને સોંપવામાં આવેલ હતી. પોતાના મળી આવેલ દીકરીની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભવનાથ ખાતેના ગિરનાર પરિક્રમા બાદ પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!