બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલ યુવાનની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

0

જૂનાગઢ તાલુકાના બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવાઇ છે. બીલખામાં બસ સ્ટેશન પાસે આવેલી એક તમાકુની દુકાને નવા પીપળિયાનો બહાદુરભાઇ સોમાતભાઇ લાલુ(ઉ.વ.૫૩) આવ્યો હતો અને રૂા.૨૫૦૦ માંગ્યા હતા. દુકાને બેઠેલા જસમતભાઇ કાનજીભાઇ રામોલિયાએ તેના પુત્ર ગીરીશને ફોન કરી પૂછતાં તેણે રૂપિયા આપવાની ના પાડતાં જસમતભાઇએ બહાદુરભાઇને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. આથી બહાદુરભાઇ બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં ફરી દુકાને ગયા હતા અને ગિરીશ પાસે ૨૫૦૦ રૂપિયા માંગી તેના માથામાં લોખંડના ફટકા મારી દીધા હતા. બાદમાં તેણે સ્થળ ઉપર રહેલા ફેનીલ, મેહુલભાઇ, સુભાષગીરી અને ખુદ ગીરીશના મોબાઇલ ફોન લઇ લીધા હતા. ત્યારબાદ તેણે સ્ટેમ્પ વેન્ડરની દુકાને પણ મારામારી કરી હતી અને એગ્રોની દુકાનેથી બિયારણના ૧૦ પેકેટ પણ મફતમાં પડાવી લીધા હતા. આ બનાવમાં સારવાર દરમ્યાન ગીરીશનું મોત થતાં બહાદુરભાઇ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ચાલી જતાં સરકારી વકીલ નિરવ પુરોહિતની દલીલોને ધ્યાને લઇ પ્રીન્સિપલ સેશન્સ જજ રીઝવાના બુખારીએ આરોપીને આજીવન કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ કુલ રૂા.૭,૨૦૦નો દંડ ફટકાર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!