જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ર્કાતિકી પુર્ણિમા નિમિતે ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામી નારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા દેવો જયાં બિરાજમાન છે અને સિધ્ધેશ્વર મહાદેવ જયાં ભકતોની મનોકામના પુર્ણ કરે છે તેવા આ મંદિર ખાતે પુનમનું ખુબજ મહત્વ હોય વર્ષ દરમ્યાન આવતી પુનમે હરીભકતોનો મેળો દર્શનાર્થે ઉમટી પડે છે. નવા વર્ષમાં પ્રથમ આવતીકાલે પુનમ આવતી હોય જેથી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં તથા દુર દુરથી હરીભકતો પુનમ ભરવા આવી પહોંચશે અને વિવિધ ધામિર્ક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પુનમીયા ભકતોને લઈને મંદિરમાં ભાવિકોનો ભારે ધસારો રહેશે. સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરી એ મુજબ કાર્યક્રમ યોજવામાં આવશે. સ્વામી નારાયણ મુખ્ય મંદિરનાં મુખ્ય કોઠારી શાસ્ત્રી પ્રેમસ્વરૂપ દાસજી મહારાજ તેમજ રાધારમણ દેવ ટેમ્પલ સમિતિનાં ચેરમેન શાસ્ત્રી દેવનંદન દાસજી મહારાજ તેમજ શાસ્ત્રી પી.પી. સ્વામી સહિતનાં સંતો દ્વારા આ અંગેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આવતીકાલે ઉપસ્થિત રહેનાર તમામ હરીભકતોને નવા વર્ષનાં સાલમુબારક સાથે સંતો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews