જૂનાગઢ શહેરમાં આવેલા અને પ્રવાસી જનતા માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે તાજેતરમાં જ સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. ત્યાં ગઈકાલે આ સકકરબાગમાં રહેલા વરૂને ત્યાં ગઈકાલે પાંચ બચ્ચાનો જન્મ થયો છે. અને હાલ તંદુરસ્ત છે. દરમ્યાન દિવાળીનાં તહેવારોથી અત્યાર સુધીમાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે સંખ્યાબંધ પ્રવાસીઓ આવે છે. આરએફઓ નિરવ મકવાણાનાં જણાવ્યા અનુસાર આ સકકરબાગની મુલાકાત રોજનાં ૧૦થી ૧પ હજાર પ્રવાસીઓ લે છે. અને અહીં પ્રાણી જીવસૃષ્ટી નિહાળી આનંદની લાગણી અનુભવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews