જૂનાગઢ શહેરમાં ફેરીયાઓ તથા નાના રેકડી ધારકો અને ગરીબોની રોજી રોટી છિનવી લેવી હોય તેવો કારસો હાથ ધરાયો છે અને કાયદાનો દંડો પછાડી ફૂટપાથ ઉપરથી લારી ગલ્લા હટાવી લેવામાં આવેલ છે. જયારે બીજી તરફ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે તેની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી તેવી ફરીયાદ ઉઠવા પામી છે. ફૂટપાથ ઉપરથી માત્ર લારી ગલ્લા નહી પરંતુ ગેરકાયદેસર બાંધકામો પણ હટાવવા પડે તેવી માંગણી ઉઠી છે. જૂનાગઢ કોર્પોરેશનમાં ર૦૦થી વધુ લારી-ગલ્લા વાળાઓએ સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવેલ છે અને વિસ્તૃત રજુઆતો કરી છે. દરમ્યાન મળતી વિગતો અનુસાર જૂનાગઢ શહેરમાં રોડ નજીક રેકડીઓ ઉભી રાખી ગરીબ લોકો પોતાના પરીવારનું માંડ માંડ રળી ખાય છે ત્યારે મહાનગરપાલિકાનાં સત્તાધીશો દ્વારા અવાર નવાર ગરીબ ફેરીયાઓ – રેકડી ધારકો ઉપર કાર્યવાહી કરી બેરોજગાર બનાવી દેવામાં આવે છે, બીજી તરફ જયારથી મહાનગરપાલિકાનું અસ્તિત્વ થયું છે ત્યારથી અનેક ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહયા છે ત્યારે આવા બાંધકામો દુર કરવાની પણ માંગણી ઉઠવા પામી છે. દરમ્યાન લારી-ગલ્લાવાળાઓએ ડે. કમિશ્નર, મેયર વગેરેને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને આ સમસ્યાનો દિવસ-૭માં કાયમી ઉકેલ નહી આવે તો સમગ્ર રેકડી ધારકો અને ફેરીયાઓ પોતાના પરીવાર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રાહ અપનાવશે. રેકડી ધારકોની જે સમસ્યા છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવી જાેઈએ તેમજ તેઓને રોજીરોટી રળી શકે તે માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા પણ ફાળવવી જાેઈએ તેવી પણ બુલંદ માંગણી ઉઠવા પામી છે. દરમ્યાન લારી-ગલ્લા અને નાના ધંધાર્થીઓનાં રોજગારી પ્રશ્ને રજુઆત – આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજી તરફ મહાનગરપાલિકાનાં મેયર સહિતનાં પદાધિકારીઓએ કોઈપણ ગરીબ વ્યકિતને અન્યાય નહી થાય તેવી ખાતરી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews