માંગરોળ તાલુકાના લોએજ ગામના પીઠિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા કવિબેન લખમણભાઈ પીઠિયા(ઉ.વ.૮૦) કે જેઓ જગમાલભાઈ લખમણભાઈ પીઠિયાના માતૃ થાય છે. જેમનું તા.૨૩-૧૧-૨૦૨૧ કારતક વદ ચતુર્થીને મંગળવારના રોજ  હૃદયરોગના કારણે દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી લોએજ ગામના સામાજીક અગ્રણી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્‌ ચક્ષુદાન સલાહ કેંદ્રના સંચાલકને જાણ કરતા હાલ અધ્યારૂ હોસ્પિટલ-માંગરોળ ખાતે ફરજ બજાવતા રાજેશભાઈ સોલંકી તેમજ હરદિપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો સ્વિકાર દિવ્યેશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યો હતો અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યા છે. દસ દિવસના ટુંકાગાળામાં લોએજ ગામમાં બે ચક્ષુદાન થયા છે. પીઠિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને કવિબેનને શ્રધ્ધાંજલી અર્પે છે. પીઠિયા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. પિઠિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગ્રુપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગ્રુપ, વંદેમાતરમ્‌ ગ્રુપ-માંગરોળ,  સરકારી હોસ્પિટલના આંખના સર્જનશ્રી ધડુક, સ્વ. લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે અને આપના પરિવાર ઉપર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!