જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.પી. ચુડાસમાએ અજાણી વ્યકિતને રકતદાન કરી ક્ષત્રીત્વને છાજે અને પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગઈકાલે જેતપુરનાં એક વોટસએપ ગ્રુપમાં અસ્લમભાઈનાં માતાને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં તાત્કાલીક બી પોઝીટીવ બ્લડની જરૂરીયાત છે તેવો મેસેજ અને કોન્ટેક નંબર જાેતા રાજેન્દ્રસિંહ પરબતસિંહ ચુડાસમાએ અસ્લમભાઈનો મોબાઈલ ઉપર સંપર્ક સાધી જણાવેલ કે, હું હમણા જ રકતદાન કરવા આવું છું અને તાત્કાલીક સીવીલ હોસ્પિટલ દોડીજઈ અસ્લમભાઈની માતાને રકતદાન કર્યું હતું. તેમજ તેઓને આર્થીક જરૂરીયાત હોય તો જણાવો તેમ કહી રાજભા ચુડાસમાએ હુંફ અને મદદ પુરી પાડતા અસ્લમભાઈની આંખમાંથી આસુ વહેવા લાગ્યા હતા. આમ આર.પી. ચુડાસમાએ નાત-જાતનાં અને હિન્દુ-મુસ્લિમનાં ભેદભાવ ગણ્યા વગર માનવસેવા એ જ પ્રભુ સેવા અને એક ક્ષત્રિયનાં સંસ્કાર ઉજાગર કરી રકતદાન કરી સમાજને એક પ્રેરણા આપી છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા તેમનાં મિત્ર મંડળ આર.પી. ચુડાસમાને મો.૯૯૦૯૯૭૭૬૧૧ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews