વેરાવળમાં ખારવા યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો

0

વેરાવળમાં ખારવા યુવાનની હત્યા સંદર્ભે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવાનની શહેરમાંથી જ અટક કરી લીધી છે. યુવાનની હત્યા પ્રેમપ્રકરણને લઇ થઇ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં તારણ સામે આવ્યાનો ઘટસ્ફોટ થયો છે. જયારે આરોપીએ મૃતક યુવાન સાથે જુના મનદુઃખને લઇ મૃતક વારંવાર મશ્કરી કરતો હોવાથી હત્યા કર્યાનું પોલીસ પુછપરછમાં જણાવેલ છે. જેને લઇ હાલ બંને કારણોની સત્યતા ચકાસવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેરાવળમાં સોમવારની રાત્રે થયેલ ખારવા યુવાનને હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ભેદ ઉકેલી લીધા અંગે એએસપી ઓમપ્રકાશ જાટે યોજેલ પત્રકાર પરીષદમાં જણાવેલ કે, ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા જતીન બાંડીયા બાઇક ઉપર કોઇ વસ્તુ લેવા જઇ રહેલ હતો તે સમયે એક શખ્સે બાઇક સાથે અથડાવી જતીન બાંડીયાને પછાડી દઇ છરીના આડેધડ પાંચેક ઘા ઝીંકી દઇ હત્યા કરી આરોપી શખ્સ નાસી ગયાની ઘટના બની હતી. જયારે ઘટનાને લઇ મૃતક જતીન બાંડીયાના ભાઇ ચંદ્રેશ બાંડીયાએ નોંધાવેલ ફરીયાદમાં હત્યાના કારણમાં જણાવેલ કે, તેના ભાઇ જતીન બાંડીયાની ચાઇનીઝ નાસ્તાની લારીએ સંજય રામજી કોટીયા કદાચ નાસ્તો કરવા ગયેલ હશે ત્યારે પૈસાની લેતી દેતી બાબતે માથાકુટ થતા તેણે તેના ભાઇને છરીના અગીયારેક ઘા ઝીંકી હત્યા નિપજાવી હશે. જે વિગતોને લઇ આરોપી સંજય કોટીયા વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધેલ હતો. આ ઘટનાને લઇ સીટી પીઆઇ ડી.ડી.પરમારના નેતૃત્વમાં ડી-સ્ટાફ, એલસીબી સહિતના બ્રાંચોના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી હત્યારા આરોપીને ઝડપવા નાકાબંધી કરાવી તપાસ હાથ ધરી હતી. વધુમાં એએસપી ઓમપ્રકાશ જાટે જણાવેલ કે, હત્યાની ઘટનાને લઇ ટેકનીકલ અને હયુમન સર્વેલન્સની માહિતીના આધારે આરોપી સંજય કોટીયાને મોડીરાત્રીના ત્રણેક વાગ્યે  જ વેરાવળમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. જતીન બાંડીયાની હત્યા પ્રેમ પ્રકરણને લઇ થઇ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. જેની ખરાઇ કરવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે પુછપરછમાં આરોપી સંજય કોટીયાએ જણાવેલ કે, જતીન બાંડીયા તથા તે પંદર વર્ષ પહેલા ખારવાવાડમાં એક પ્રસંગમાં ભેગા થયેલ ત્યારે બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી. ત્યારથી બંને વચ્ચે મનદુઃખ ચાલી રહેલ હતું. જતીન બાંડીયા જયારે તેને મળતો ત્યારે તેની મશ્કરી કરતો રહેતો જેનો ખાર રાખી હત્યા કરી નાંખી હતી. જાે કે, હાલ તો પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવેલ પ્રેમ પ્રકરણનું તથા પુછપરછમાં આરોપી સંજયે જણાવેલ હતું. બંને કારણોની સત્યતા શું છે ? તે બહાર લાવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવેલ હતું. આ હત્યાનો ભેદ ઉકેલવા પીઆઇ ડી.ડી.પરમારના નેતૃત્વમાં પીએસઆઇ એચ.બી. મુસાર, બી.એન. મોઢવાડીયા, આર.એચ.સુવા, દેવદાન કુંભરવાડીયા, નટુભા બસીયા, પ્રદિપ ખેર, ગીરીશ વાઢેર, મયુર વાજા, અરજણ ભાદરકા, કમલેશ ચાવડા, અશોક મોરી, પ્રવિણ બામણીયા, રોહીત ઝાલા સહિતના તપાસમાં સામેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!