કમલમ્‌ ખાતે જૂનાગઢનાં સેવાભાવી ડો. ડી.પી. ચિખલીયાનું સન્માન કરાયું

0

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ એક બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સહકારીતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા સેલના વડા બિપીન પટેલ(ગોતા) તેમજ પૂર્વ સહકારીતા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, અજયભાઈ પટેલ, જ્યોતિન્દ્ર મહેતા, શામળાભાઈ પટેલ, નરહરિ અમીન, બાબુભાઈ જમનાદાસ પટેલ, ડોલરભાઈ કોટેચા, ડો. દેવરાજ ચિખલીયા સહિત મોટી સંખ્યામાં ગુજરાતની અલગ અલગ સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. દરમ્યાન આ તકે ત્રિમૂર્તિ હોસ્પિટલનાં વડા તેમજ જાણીતા સર્જન ડો. ડી.પી. ચિખલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ તાજેતરમાં જ ઓલ ઈન્ડીયા હાઉસીંગ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન પદે નિયુકત થયા છે. ડો. દેવરાજ ચિખલીયા હજારો ગરીબ દર્દીની તબીબી સેવા કરી રહયા છે, તેમનું સન્માન તેઓએ જૂનાગઢ શહેર જીલ્લાને અર્પણ કર્યુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!