જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોગ સ્નેહ મિલનનો શાનદાર કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ શહેરમાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે ગત મંગળવારે યોગ સ્નેહ મિલનનો એક શાનદાર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ સાથે જ તા. ૧૭, ૧૮ અને ૧૯ ડીસેમ્બરનાં રોજ કૃષિ યુનિવર્સીટીનાં રમતનાં મેદાનમાં યોગની મહા શિબિરનાં કાર્યક્રમની રૂપરેખા પણ ઘડવામાં આવી છે અને જે અંગેની તૈયારી હાથ ધરવામાં આવી છે. ગુજરાતભરમાં અને દેશભરમાં પણ આપણા ઋષિમુનીઓએ જીવન સાર્થક કરવા અને તંદુરસ્તી માટે જે પોતાનાં અનુભવો દ્વારા સમાજને જે રાહ ચીંધાડયો છે તે પૈકી યોગનું મહત્વ ડીઝીટલ યુગમાં ખુબ જ વધી રહયું છે. ભારતનાં વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં પ્રયાસોથી યોગને વિશ્વમાં નામના મળી છે અને ર૧ જુનનાં દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહયો છે. અને હાલ ગુજરાતમાં પણ યોગ શિક્ષણ વધુને વધુ થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.  દરમ્યાન જૂનાગઢ જીલ્લા યોગ કોચ પ્રતાપ થાનકીએ એક નિવેદનમાં જણાવેલ છે કે ગુજરાત રાજય યોગ બોર્ડ તરફથી તા. ર૩-૧૧-ર૧ મંગળવારનાં રોજ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોગ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડનાં ચેરમેન શિશુપાલજી ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહયા હતાં. જયારે મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, અગ્રણી બિલ્ડર વિનુભાઈ અમીપરા, નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ  શ્રી ત્રિવેદી તેમજ કૃષિ યુનિ.નાં કુલપતિ શ્રી ગોટીયા તેમજ વિદ્યાર્થી સહાયક પ્રવૃતિનાં માલમભાઈ, તેમજ જાણીતા ડો. બોરખતરીયા, પતંજલી પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, નોબલ સ્કુલનાં કે.ડી. પંડયા વગેરે ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમનો હેતુ યોગ ઘરે ઘરે ફેલાય તે માટેનો રહયો હતો અને આગામી તા. ૧૭, ૧૮ અને ૧૯ ડીસેમ્બરનાં રોજ કૃષિ યુનિ.નાં રમતગમત મેદાનમાં યોગની મહાશિબિર યોજવામાં આવશે. જેમાં ૧૦ હજાર યોગીઓ દ્વારા યોગ કરવામાં આવશે. ગુજરાતમાં જૂનાગઢનું યોગમાં રેકોર્ડ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહયા છે. આવતીકાલથી જ જૂનાગઢનાં લોકો યોગ શિબિરમાં જાેડાય તે માટે લોકોનાં ઘરે ઘરે જઈ સંસ્થાઓ તથા સ્કુલોમાં અને દરેક કચેરીઓમાં આ અંગેની માહિતી આપવામાં આવશે અને લોકોને અનુરોધ કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!