સોરઠ પંથકની ઐતિહાસિક નગરી અને પ્રવાસન જનતામાં ભારે આર્કષણ ઉભું કરનાર જૂનાગઢ શહેરમાં અને સોરઠમાં ઐતિહાસિક રાજકીય, સામાજીક તેમજ પ્રવાસન સ્થળો પણ ખૂબ જ આવેલા છે અને વર્ષ દરમ્યાન પ્રવાસી જનતા મોટી સંખ્યામાં અહી મુલાકાતે આવે છે. પ્રવાસી જનતા માટે ખૂબ જ આર્કષણવાળુ સ્થળ એટલે સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય કે જયાં પ્રાણી સૃષ્ટિ, પક્ષી સૃષ્ટિ નિહાળી પ્રવાસી જનતા ખૂશ ખૂશાલ બની જાય છે. હમણા થોડા સમય થયા એક પછી એક પછી ખુશીનાં સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલયમાં વધુ પાંચ સિંહબાળનો જન્મ થતા આનંદની લહેર દોડી ગઈ છે. આરએફઓ નિરવ મકવાણાનાં જણાવ્યા અનુસાર સિંહણ ર થી ૩ બચ્ચાને જન્મ આપતી હોય છે પરંતુ એક સાથે પાંચ બચ્ચાને જન્મ આપવો તે અદભૂત ઘટના છે અને સાથે અમેઝીંગ છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ ૫ સિંહબાળનો જન્મ થતા સક્કરબાગના સ્ટાફમાં ખુશી વ્યાપી ગઇ છે. આ સાથે છેલ્લા ૧૧ માસમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જન્મ લેનાર સિંહ બાળની સંખ્યા ૨૯ એ પહોંચી છે. હજુ ડિસેમ્બર માસ બાકી છે તેમજ અન્ય સિંહણો પણ ગર્ભવતી હોય જન્મ લેનાર સિંહ બાળની સંખ્યા વધી શકે છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, ડી ૨૨ નામની સિંહણ અને આંકોલવાડી નામના સિંહના મેટીંગથી ૫ સિંહબાળનો જન્મ થયો છે. ડી ૨૨ સિંહણનો જન્મ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જ થયો હતો. ડી ૨૨ સિંહણે ગયા વર્ષે પણ ૩ સિંહબાળને જન્મ આપ્યો હતો. આમ, ડી ૨૨ સિંહણે અત્યાર સુધીમાં સક્કરબાગને ૮ સિંહબાળ આપ્યા છે. જયારે જૂનાગઢ સક્કરબાગમાં અગાઉ ૩ સિંહ બાળને જન્મ આપનાર ડી ૯ સિંહણે વધુ ૫ સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં ૧ વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા ૨૯ એ પહોંચી છે. ૧ વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ ૯ સિંહને અન્ય સ્થળે મોકલાયા છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓએ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વહેલી સવારે ૫ સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડી નાઇન સિંહણે અગાઉ ૩ સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં ૮ સિંહ બાળની માતા બની છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews