Thursday, December 8

ખંભાળિયામાં શહેર ભાજપની કારોબારી સંપન્ન : નવા હોદ્દેદારોને સન્માનિત કરાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભાજપની શહેર મંડળની કારોબારી બેઠક સોમવારે સાંજે પાર્ટીના આગેવાનો- હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં સુપેરે સંપન્ન થઇ હતી. જેમાં પાર્ટીના આગેવાનો-હોદ્દેદારો સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેર ભાજપ મંડળની કારોબારી અહીંના યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા અધ્યક્ષ ખીમભાઈ જાેગલની ખાસ ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના વડપણ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ કારોબારીમાં પ્રસંગોચિત ઉદ્‌બોધન શહેર પ્રમુખ અનિલભાઈ તન્નાએ, રાજકીય પ્રસ્તાવ પાલાભાઈ કરમુરએ તેમજ અનુમોદન હિમાચલભાઈ મકવાણાએ કર્યું હતું. આ મીટીંગમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આ મહત્વની બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાકોદરા, મુકેશભાઈ કાનાણી,  હસમુખભાઈ ધોળકિયા, ભારતીબેન ધ્રુવ, ભવ્ય ગોકાણી, રેખાબેન ઝિલ્કા, ઈલાબેન ભટ્ટ, જયેશ કણઝારિયા, નીતાબેન ધોરિયા, ગીતાબેન ડોરૂ, નિકુંજભાઈ વ્યાસ, રાજીવ ભુંડિયા સહિતના કાર્યકરો ખાસ જાેડાયા હતા. આ  કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ કુંદનબેન આરંભડીયા, યુવા મોરચાના પ્રમુખ મોહિત પંડ્યા, અનુ. જાતિ મોરચાના પ્રમુખ લખુભાઈ ચાવડાને શહેર ભાજપ ટીમ તથા પાલિકાના સદસ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સફળ કાયક્રમનું સંચાલન ઈન્દ્રજીતસિંહ પરમારે તથા આભારવિધિ પિયુષભાઈ કણઝારિયાએ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!