બાળદીક્ષા ગેરકાનુની, અમાનવીય અને અધાર્મિક : વિજ્ઞાન જાથા

0

રાજકોટ ખાતે અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષકોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિ સમાજમાં પોતાના ધર્મમાં પ્રવર્તતી બાળદીક્ષાની પ્રથા ભવિષ્ય માટે કેટલી ખતરનાક, નાની ઉંમરે વૈરાગ્યની કેમ ખબર પડે ? માતા-પિતા, પરિવારના સદસ્યો સાથે બાળકોની દીક્ષા અંગિકારની ભય સ્થાનોની વિસ્તૃત માહિતી સાથે બાળલગ્ન પ્રથા ઉપર પ્રતિબંધની જેમ બાળદીક્ષા ઉપર સરકાર પાબંદી મુકે તેવી વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ માંગણી કરી હતી. સ્વાગત પ્રવચન અને સંસ્થાનો પરિચય પ્રિન્સીપાલ છાયાબેન દવેએ આપી શાળામાં વિવિધ પ્રવૃતિઓનો ચિતાર સાથે વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિ સમાજ માટે ઉપયોગી સાથે ઉપકારક છે તેવી વાત મુકી હતી. વિજ્ઞાન પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન છાત્ર-છાત્રાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ચમત્કારીક પ્રયોગો નિહાળી વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડયા હતા. જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ પ્રશ્નોતરી અને રસપ્રદ માહિતી આપતા પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, ર૧મી સદીમાં ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિ સમાજના પોતાના ધર્મમાં બાળદીક્ષા પ્રથા આજે પણ જાેવા મળે છે તે દુઃખદ સાથે આઘાતજનક છે. બાળલગ્ન પ્રથા ઉપર પ્રતિબંધ છે તેવી રીતે સરકારે બાળદીક્ષા ઉપર પ્રતિબંધ મુકવાની તાતી જરૂરીયાત છે. મતાધિકાર માટે ઉંમર નક્કી છે ત્યારે બાળદીક્ષા ઉપર પાબંદી સમયની માંગ છે. બાળદીક્ષાના ગંભીર પરિણામો અવારનવાર જાેવા મળે છે. ધાર્મિક નેતાઓએ આગળ આવી બાળકોના હિતમાં પોતાના વિચારો રજૂ કરવા જાેઈએ. આઠ-દશ વર્ષના બાળકોને વૈરાગ્ય, સંયમ, મોક્ષમાર્ગ, ધર્મના જ્ઞાનની શું ખબર હોય ? અમુક પરિવારો પોતાની દીક્ષા સાથે બાળકોને પણ ઢસડી જાય છે. દીક્ષા અંગીકારમાં બાળકોના મોહના કારણે સાથે રાખે છે. સમાજના હિતનું વિચારવું જાેઈએ. જ્ઞાતિ સમાજના સમાજ સુધારક, યુવાનોએ આગળ આવી બાળદીક્ષાનો વિરોધ કરવો જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!