ભવનાથ ઉતારા મંડળની યોજાયેલ મીટીંગમાં  પ્રમુખ તરીકે લક્ષ્મણભાઈ પિઠીયાની વરણી કરાઈ

0

ઉતારા મંડળ ભવનાથના ટ્રસ્ટી મંડળની મીટીંગ તાજેતરમાં યોજાયેલ હતી. જેમાં ઉતારા મંડળ ભવનાથના નવા પ્રમુખ તરીકે આહિર સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ  લક્ષ્મણભાઈ પિઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયાએ જણાવેલ હતું કે, ઉતારા મંડળ હંમેશા સરકાર-તંત્ર અને પ્રજાની જાેડતી કડી રહયું છે. ત્યારે આવનારા સમયમાં સંસ્થા નિઃશુલ્ક ચાલતા અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને પડતી પારાવાર મુશ્કેલીઓનો વહેલી તકે નિકાલ કરી મહાદેવ સ્વરૂપ ગિરનારી મહારાજની આરાધના કરવા આવતા લાખો-કરોડો ભાવિક ભકતજનોને  ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં આધ્યાત્મિક જ્ઞાનરૂપી સ્નાન કરી તૃપ્ત બનશે તેવો વિશ્વાસ છે.  આ મીટીંગમાં ઉતારા મંડળના તત્કાલીન કાર્યકારી પ્રમુખ કાળાભાઈ સિંધલ, માર્ગદર્શક નાગદાનભાઈ ડાંગર, મંગલનાથ બાપુની જગ્યા ભવનાથના પ્રમુખ અને તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, ઉદ્યોગપતિ હમીરભાઈ બારડ, ઉતારા મંડળના સમગ્ર ટ્રસ્ટી મંડળના મગનભાઈ સાવલીયા, હરેશભાઈ ઠુંમર, ગોવિંદભાઈ વેગડ, પ્રવિણભાઈ સોજીત્રા, લાલજીભાઈ અમરેલીયા અને હરેશભાઈ ઘોડાસરા પણ ઉપસ્થિત રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!