સોમનાથ ત્રિવેણી સંગમ નદીમાં ૬ લોકો ડૂબ્યા : એનડીઆરએફની ટીમે દોડી જઇ દિલધડક રેસ્કયુ કરી બચાવી લીધા : અંતે તંત્રએ મોકડ્રીલ જાહેર કરી

0

જગવિખ્યાશત સોમનાથ સાંનિધ્યે  ત્રિવેણી સંગમમાં ગઈકાલે બપોરના સમયે છ યુવકો ડુબી રહયાની જાણ તંત્રને થઇ હતી. જેના પગલે તાબડતોડ એનડીઆરએફની ટીમને બોલાવી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ડુબી રહેલ છએય લોકોને બચાવી લીધા હતા. આ બચાવ કાગમીરીમાં પાલીકા, પોલીસ, ૧૦૮ સહિત તંત્રના સંબંધિત તમામ વિભાગો સમયસર ત્રિવેત્રઘાટે પહોંચી જઇ જાેડાયા હતા. અંતમાં આ સમગ્ર ઘટના ઇમરજન્સીત ઘટનાઓના સમયે સંબંધિત વિભાગોની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલ રૂપે કરાયુ હોવાનું જાહેર કરાયુ હતું. સોમનાથ સાંનિધ્યે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ઉપર ગઈકાલે બપોરના સમયે અમુક લોકો ડુબી રહયા હોવા અંગે સ્થાનીકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી ચીફ ઓફીસર દેવીબેને બચાવ કાર્ય કરવા માટે એનડીઆરએફની ટીમને જાણ કરી હતી. જેથી ટીમ ત્વરીત સમયમાં ઘાટ ઉપર પહોંચી ત્રિવેણી નદીમાં ડુબી રહેલ લોકોને બચાવવા માટે રેસક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ બચાવ કામગીરીમાં ત્રિવેણી સંગમ નદીની મધ્યેથી એનડીઆરએફના જવાનાએ ત્રણ લોકોને રબર બોટના માધ્યમથી અને ત્રણ લોકોને તરીને ત્રિવેણી સંગમના કિનારે લાવીને બચાવ્યા હતા. આ લોકો કિનારે પહોંચતા જ અગાઉથી જાણ કરી હોવાથી હાજર ૧૦૮ અને આરોગ્ય સ્ટાફે જરૂરી પ્રાથમીક સારવાર આપી હતી. જેમાના એક વ્યક્તિને એમ્બ્યુલન્સના માધ્યમથી સિવીલ હોસ્પિટલે ખસેડવા રવાના કરવામાં આવેલ હતા. ઘટનાના પગલે દોડી આવેલ તંત્રના અધિકારીએ આ ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કર્યુ હતું. આ અંગે પ્રાંત અધિકારી સર્યુબેન ઝણકાંટએ જણાવેલ કે, ત્રિદવેણી સંગમમાં ભારે પૂર આવ્યુ હોય અને જળસ્તર વધી જાય છે એવા સમયે ડુબવા જેવી કોઇ દુર્ઘટના બને ત્યાીરે સંબંઘિત એનડીઆરએફ, નગરપાલિકા, ફાયર, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોની સતર્કતા ચકાસવા સરકારની સુચના મુજબ મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં તમામ વિભાગોએ તેમની ઇમરજન્સી સમયની ફરજ બજાવતા મોકડ્રીલ સફળ રહી છે. જયારે એનડીઆરએફ બટાલિયનના ઈન્સ્પેક્ટર રાજેશ કુમાર મહલાવતે જણાવેલ કે, આ પ્રકારની એક્સરસાઈઝમાં જુદા-જુદા સરકારી વિભાગો વચ્ચે તાલમેલ અને રિસપોન્સ ટાઈમ મહત્વનો હોય છે. આ મોકડ્રીલના માધ્યમથી એનડીઆરએફ સહિત સરકારની સંબંધિત વિભાગોની સતર્કતા અને કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. જેથી કુદરતી આપત્તીઓના સમયમાં સુદ્રઢ રીતે બચાવ કામગીરી કરી શકાય. આ રેસ્ક્યુ  ઓપરેશનમાં એનડીઆરએફને ત્રિવેણી સંગમમાં લોકો ડૂબી રહ્યા હોવાનો મેસેજ મળતા રબર બોટ, લાફઈ સેવિંગ જેકેટ સહિતના ઈક્વીપમેન્ટ સાથે પહોંચી સફળાપૂર્વક ૬ લોકોના રેસક્યુ કરી બચાવી લેવાની કામગીરી કરી છે. આ તકે એનડીઆરએફના જવાનાએ ઘરગથ્થુ વસ્તુઓ જેવી કે, પ્લાસ્ટિક બોટલ, વાસણ, સૂકા નાળીયર વગેરેના માધ્યમથી કેવી રીતે પૂરની સ્થિતિમાં લોકો પોતાનો સ્વસયં બચાવ કરી શકે તેનુ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર નિદર્શન કર્યું હતું.   આ મોકડ્રીલમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે વેરાવળ પાલિકાના ચીફ ઓફિસર દેવીબેન રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!