જૂનાગઢમાં લુંટનાં કેસમાં ખોટું નામ આપવા પ્રશ્ને ખાર રાખી ધમકી – હવામાં ફાયરીંગ કર્યાની ફરીયાદ

0

જૂનાગઢનાં માત્રી રોડ, કુંભાર વાડા વડલા પાસે સુખનાથ ચોક ખાતે રહેતા સરફરાજભાઈ અબ્દુલકાદરભાઈ રવન્ના ઘાંચીએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, હસન ઉર્ફે ટકો ઈબ્રાહીમભાઈ ભટ્ટી રહે. સુખનાથ ચોક, માત્રી રોડ, અકબરી એપાર્ટમેન્ટ પાછળ વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી અગાઉ લુંટના કેસમાં પકડાયેલ હતો ત્યારે નામ ખોટું આપેલ હોય જે વાતનો ખાર રાખી આરોપી ફરીયાદીના ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી અને અકબરી એપાર્ટમેન્ટ પાસે જઈ આરોપીએ જાહેરમાં તેમની પાસેનાં હથિયાર વડે હવામાં ફાયરીંગ કરી ગુનો કર્યા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ-રપ(૧)બી ર૭, ઈપીકો ક. ર૯૪(ખ), પ૦૬(ર) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.બી. દત્તા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!