કોમ્પ્યુટર પ્રોજેકટમાં ડેટા એન્ટ્રી માટેનાં કોન્ટ્રાકટનાં બહાને રૂા.૪.૮૪ લાખથી વધુની છેતરપીંડી

0

જૂનાગઢમાં શિવમ, સીટી બસ કોલોની શેરી નં.પ, સિંધી સોસાયટી રોડ, ગાંધીગ્રામ રહેતા નિરવભાઈ પિયુષભાઈ ચાવડા સાથે આરોપી પ્રતિકભાઈ સતિષકુમાર જનાણીએ કોમ્પ્યુટર પ્રોજેકટમાં ડેટા એન્ટ્રી માટેનો કોન્ટ્રાકટ એકસપ્રેસ સ્ક્રિપ્ટસ મીજરી સ્ટેટ યુએસએ કંપનીનો પ્રોજેકટનો કોન્ટ્રાકટ રાખવાનું જણાવી વધુ પૈસા કમાવવાની લાલચ આપી પ્રોજેકટનાં રૂપિયા તથા પ્રોજેકટની ડીપોઝીટનાં પૈસા મળી કુલ રૂા. ૪,૮૪,૯પ૮ આજદિન સુધી નહી આપી વિશ્વાસઘાત, છેતરપીંડી કરેલ, તેમજ સાહેદ હિરેનભાઈ વાસુદેવભાઈ મેહતા તથા ગીરીશભાઈ પરસોતમભાઈ સાથે પણ કોમ્પ્યુટર પ્રોજેકટનો કોન્ટ્રાકટ રાખવાનું જણાવી વધુ પૈસા કમાવવાની લાલચે પૈસા નહી આપી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી. આ બનાવમાં સી ડીવીઝન પોલીસે નીરવભાઈ ચાવડાની ફરીયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જે.જે. ગઢવી ચલાવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!