જૂનાગઢમાં ઓનલાઇન કંપનીમાં લેણી નીકળતી ૩.૨૦ લાખની રકમ વસૂલ કરવા બાબતે યુવકના ઘરેથી અપહરણ કરી માર મારી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ત્રણ શખ્સો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મીત સૌંદરવા નામના શખ્સે ઈ ઓરેકલ નામની ઓનલાઇન કંપનીમાં દિપાંજલી વિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૧૧માં રહેતા કિશનભાઇ અશોકભાઈ બોરખતરીયા નામના યુવક હસ્તક રૂા.૧૧.૨૦ લાખનું રોકાણ કરેલ હોય, જે પૈકી આઠ લાખની રકમ કિશનભાઇએ આપી દીધેલ તેમજ કંપની બંધ થઈ જતા બાકીના નીકળતી ૩.૨૦ લાખની રકમ વસૂલવા મીત સૌંદરવા, સિરાજ સતારભાઈ સહિત ત્રણ શખ્સોએ કિશન બોરખતરીયાને ઘરે આવી મોટરકાર નંબર જીજે-૦૩-એલ.એમ.-૦૦૬૬માં તેનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા મીત સૌંદરવાએ લાકડી વડે માર મારી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ સી ડિવિઝન પીએસઆઈ ગઢવીએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews