જીવનમાં સર્વોત્તમ મેળવવાની કળા શીખવતી એસ.એસ.વાય. સંસ્થાની એક અખબારી યાદી જણાવે છે કે, આજનાં વ્યસ્ત અને ત્રસ્ત જીવનમાં આનંદ અને શાંતિ જાણે હણાઈ ગયા છે ત્યારે આ જ જીવનમાં દિનચર્યા સુધારવા, સાચુ સુખ, આનંદ, દવા વિના જ, વજન ઘટાડો, ડાયાબીટીસ, બી.પી., ચિંતા, તણાવ વગેરેમાંથી છુટકારો, ગુસ્સામાંથી મુકિત અને ઉતાવળાપણું, નિરાશા હટાવવા, યાદ શકિત ખીલવવા, વ્યસનની ગુલામીથી છુટકારો મેળવવાનાં ઉપાયો પ્રેકટીકલ દ્વારા શીખવવા અંગેની એક શિબીરનું આયોજન રવિવાર તા.૧૧-૧ર-ર૧થી ૧૯-૧ર-ર૧ સુધી રાજકોટનાં ઉમા સદન, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ ખાતે યોજાશે. પ્રાણાયામ, ધ્યાન, યોગાસન અને વ્યકિત વિકાસનું વૈજ્ઞાનિક શિક્ષણ આપતી આ શિબીરનો નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનાર આ સ્થળે તા.૧૧-૧ર-ર૦ર૧, શનિવારે સવારે ૮ તથા સાંજે ૭ કલાકે રાખેલ છે. નોકરીયાતો વેપારીઓ, કારખાનેદારો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિક મહિલાઓ તથા ગૃહિણીઓ માટે અત્યંત ઉપયોગ એવી આ શિબીરમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન માટે ધર્મેશ તુવાર મો.૯૪ર૮૦ ૧૧૯૧પ, વૈશાલી શુકલા મો.૯૪ર૮ર ૭૧૪૧૬નો સંપર્ક સાધવા જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews