જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતેથી અંબાજી માતાજીનાં મંદિર સુધીની રોપની સફર અત્યંત રોમાંચકારી અને ‘એકસ્ટ્રા ઓર્ડીનરી થ્રિલર’ હોવાનું પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોનાં અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું. જૂનાગઢનાં આંગણે ગઈકાલે કેન્દ્ર સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકનાં પત્રસુચના કાર્યાલય અમદાવાદ દ્વારા જૂનાગઢ જીલ્લામાં પત્રકારો માટે એક માહિતીપ્રદ મીડીયા વર્કશોપ વાર્તાલાપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પી.આઈ.બી.)ના અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયા તેમજ અગ્રણી અખબાર ફુલછાબ દૈનિક પત્રનાં તંત્રી શ્રી કૌશિક મહેતાએ માહિતીપ્રદ મીડીયા વર્કશોપનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગિરનાર રોપવેની રોમાંચકારી યાત્રા માણી અને ખુશીની લાગણી વ્યકત કરી હતી. ભવનાથ તળેટી ગિરનાર રોપવે અપર સ્ટેશનથી ગગન તરફની ઉંચી ઉડાન ભણી રોપવેની યાત્રા શરૂ થતાં જ ગિરનારની પર્વતમાળા, નયનરમ્ય અદભૂત નજારો અને કુદરતનાં ખજાનાને નિહાળતા અંબાજી માતાજી મંદિર સુધીની આ સફર અદભૂત અને યાદગાર બની ગઈ હતી. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોનાં અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયાએ પ્રસન્નતા વ્યકત કરી હતી અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કૃપાદ્રષ્ટીને કારણે રોપવેનું સ્વપ્ન સિધ્ધ થઈ શકયું છે. જૂનાગઢવાસીઓને અમુલ્ય ભેટ મળી છે તેમ જણાવી રોપવેની સફરને ‘એકસ્ટ્રા ઓર્ડીનરી થ્રિલર’ તરીકે ગણાવી હતી. આ તકે વરીષ્ઠ પત્રકાર અને ફુલછાબ દૈનિકનાં તંત્રી શ્રી કૌશિક મહેતાએ પણ રોપવેની યાત્રાને ‘વર્થ’ અમૂલ્ય ગણાવી અને યાત્રાનો આનંદ માણ્યો હતો. રોપવેની યાત્રા દરમ્યાન ગિરનારની ગીરીકંદરા, ઉંચી ટેકરીઓનો ખીણપ્રદેશ, ધાર્મિક સ્થળો તેમજ કુદરતી સૌંદર્યનો અમૂલ્ય ખજાનો નિહાળવાનો આનંદ બંને મહાનુભાવો દર્શાવી રહયા હતાં અને વાહ, અદભૂત જેવા ઉચ્ચારો સરી પડયા હતાં. રોપવેની અદભૂત સફરનો આનંદ હજુ માણતા હતાં ત્યાં જ અંબાજી માતાજી મંદિરમાં જગતજનની માં અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો મળતા જ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોનાં અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયા અને ફુલછાબનાં તંત્રી કૌશિક મહેતાએ માતાજીનાં દર્શન કરી ભાવવિભોર બની ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિર ખાતે મહંત તનસુખગીરી બાપુ અને મંદિર ટ્રસ્ટ તરફથી માતાજીનાં સેવક અને પ્રેસ ફોટોગ્રાફર વિજયભાઈ ત્રિવેદી દ્વારા બંને મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કરી માતાજીનાં આર્શિવાદરૂપી ચુંદડી અને શ્રીફળ પ્રસાદી તરીકે અર્પણ કર્યા હતાં. દરમ્યાન અંબાજી માતાજી મંદિર પરીસરમાં જ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળનાં વરીષ્ઠ સંતો સાથે પણ મળવાનું થતાં સંતોને આદર અને ભાવપૂર્વક મહાનુભાવો મળ્યા હતાં. દરમ્યાન દેશની અગ્રણી ઉષા બ્રેકો કંપની દ્વારા તૈયાર થયેલ એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેકટ જૂનાગઢ માટે અમુલ્ય નજરાણું છે. આ સાથે જ ઉષા બ્રેકો કંપનીનાં પ્રાદેશિક હેડ શ્રી દિપક કપલીશ તેમજ ગિરનાર રોપવેનાં મેનેજર વ્યવસ્થાપક શ્રી ઘનશ્યામ પટેલનાં માર્ગદર્શન હેઠળ રોપવે ટીમની સુંદર વ્યવસ્થા નીહાળી બંને મહાનુભાવો પ્રભાવીત થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ઉષા બ્રેકો કંપનીનાં પ્રાદેશીક હેડ દિપક કપલીશ તેમજ ગિરનાર રોપવેનાં મેનેજર ઘનશ્યામ પટેલ દ્વારા અહીં આવનાર પ્રવાસી જનતાને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે પુરતી કાળજી લઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિશેષમાં ગઈકાલે રોપવે ટુ અંબાજી મંદિર સુધીની યાત્રામાં સાથે રહેવાનો અવસર આ લખનાર પત્રકારને મળ્યો છે ત્યારે એટલું જરૂર કહી શકાય કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોનાં અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયા ઉચ્ચ અધિકારીની સાથે સાથે તેઓશ્રીની નિખાલસતા, ડીસ્પલીન અને સાલસ સ્વભાવ હૃદયને સ્પર્શી ગયા છે. જયારે વરિષ્ઠ પત્રકાર અને ફુલછાબ દૈનિકનાં તંત્રી કૌશિક મહેતાનું વ્યકતિત્વ પણ હૃદયને ઝંકૃત કરી ગયેલ છે. આમ આ બંને મહાનુભાવો સાથે રોપવેની રોમાંચક સફર માણવા અને તેમની સાથે થોડો સમય પણ રહેવાની તક મળી તે યાદગાર રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews