સોમનાથ સાંનિધ્યે ધાર્મિક કાર્યક્રમમાં પધારેલ કારડીયા રાજપૂત સમાજના મોભી વજુભાઇ વાળાનું સન્માન કરાયું

0

સોમનાથ સાંનિધ્યે કારડીયા રાજપૂત સમાજના ડોડીયા પરીવારના સુરાપૂરા શ્રી રણસિંહજી દાદાના સાંનિધ્યમાં ભાગવત કથાના તૃતિય વાર્ષીક મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા પધારેલ કારડીયા સમાજના મોભી એવા પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રણસિંહજી દાદાની તસ્વીરનું અનાવરણ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવેલ હતું. સામાજીક કાર્યક્રમમાં હાજરી આપવા સોમનાથ પધારેલ કારડીયા રજપૂત સમાજના મોભી એવા પૂર્વરાજયપાલ વજુભાઇ વાળાએ પ્રથમ સોમનાથ મંદિરે જઇ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ કર્યુ હતું. બાદમાં સોમનાથ સાંનિધ્યે બિલ્વવનમાં આવેલ સમસ્ત ડોડીયા પરીવારના સુરાપુરા શ્રી રણસિંહજી દાદાના સાનિધ્યમાં ભાગવત કથાના તૃતિય વાર્ષિક મહોત્સવ અંતગર્ત યોજાયેલ ધાર્મીક કાર્યક્રમમાં પહોચ્યાં હતાં. જયાં નવચંડી યજ્ઞમાં આહુતિ આપી હતી. બાદમાં કારડીયા રજપૂત સમાજ અને ગીર સોમનાથ જીલ્લા અને જૂનાગઢ જિલ્લાના ૧૧૭ ગામોમાં વસતા સમાજના ડોડીયા પરીવારના લોકો અને આગેવાનોની હાજરીમાં મોભી વજુભાઇ વાળાને સાફો પહેરાવી અખીલ ગુજરાત કારડીયા સમાજના પ્રમુખ એવા પૂર્વમંત્રી જશાભાઇ બારડ અને પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ તસ્વીર આપી સન્માન કર્યુ હતું.  આ તકે વજુભાઇ વાળાએ જણાવેલ કે, ડોડીયા પરીવાર એટલે ક્ષત્રીય પરીવાર હંમેશા ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અર્થે રખેવાળ તરીકે કામ કરે છે. ક્ષત્રીયત્વમાં માતૃશકિતનું રક્ષણ કરવું એ ક્ષત્રીયના લોહીમાં છે. ત્યારે ડોડીયા પરીવારના સુરાપુરા રણસિંહજી દાદાએ જે શહીદી વહોરી છે તેના વિરત્વને વધારવા માટે સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવામાં આવી છે. જેમાં ડોડીયા પરીવાર સાથે કારડીયા રાજપૂત સમાજના તમામ લોકો ઉત્સાહભેર સહભાગી થયા છે. જયારે કાર્યક્રમમાં અખીલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઇ બારડે પોતાના ઉદબોધનમાં કહેલ કે, સમાજના મોભી વજુબાપાએ માં ભવાની માતાજીનું ભવ્ય મંદિર બનાવવાનું સ્વપ્ન જાેયુ છે તે પુરૂ કરવા સૌને અપીલ કરી હતી. સમાજના લોકો સંગઠીત બની આગળ વધે તે દિશામાં કામ કરવા, સમાજમાં દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી શિક્ષિત બનાવીએ સાથે કુરીવાજાેને તિલાંજલી આપવા અપીલ કરી હતી. આ ધાર્મિક પ્રસંગના કાર્યક્રમમાં વેરાવળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ દીનુભાઇ સોલંકી, કાળાભાઈ ઝાલા, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, યુની.ના સીન્ડીકેટ સભ્ય ચંદ્રેશભાઈ હેરમા સહિત ગીર સોમનાથ જીલ્લા અને જૂનાગઢ જિલ્લાના ૧૧૭  ગામોમાં વસતા ડોડીયા પરીવાર સહિત કારડીયા રજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. કાર્યક્રમના અંતે સમુહ પ્રસાદી યોજાઇ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!