જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નવેમ્બર મહિનામાં ૬૮૬ સફળ પ્રસૂતિ કરાઈ

0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધીમાં ફરી એકવાર વધારો થયો છે. ગત નવેમ્બર મહિનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ૬૮૬ જેટલી સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. મહિલાઓની પ્રસૂતિ માટે ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે પરંતુ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ પણ હવે મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે કારણ કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ૬૮૬ જેટલી સફળ ડિલિવરી કરવામાં આવી છે. આ વિષે વિગતવાર માહિતી આપતાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં બે વર્ષથી ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ક્રિષ્ના મહેતાએ જણાવ્યું કે, ગત વર્ષ ૨૦૨૦માં સિવિલ હોસ્પિટલમાં કુલ ડિલિવરી કેશ ૬૯૭૧ નોંધાઇ છે, જ્યારે વર્ષ ૨૦૨૧માં જાન્યુઆરીથી હાલ સુધીમાં ૫૫૧૩ ડિલિવરી નોંધવામાં આવી છે. જે અંતર્ગત ગત નવેમ્બર મહિનામાં કુલ ૬૮૬ સફળ ડિલિવરી કરવામાં આવી છે, જે આંકડો અમદાવાદ સિવિલ હોસ્પિટલના સમકક્ષ છે, જે સિવિલ હોસ્પિટલના તમામ તબીબગણ તથા કર્મચારીઓ માટે ખુશીની વાત છે, તેઓએ વધુમાં જણાવ્યું કે, ઓછાં સ્ટાફગણ સાથે માત્ર એકજ મહિનામાં ૬૮૬ જેટલી સફળ ડિલિવરી એ સિવિલ હોસ્પિટલ માટે એક મોટી ઉપલબ્ધી છે. ગત નવેમ્બર મહિનામાં થયેલ ૬૮૬ ડિલિવરીમાંથી ૩૧૨ સિઝેરિયન ડિલિવરી થઈ છે, જ્યારે અન્ય ડિલિવરી નોર્મલ રીતે કરવામાં આવી છે. આ આંકડો અગાઉ વર્ષ ૨૦૧૮-૧૯ માં નોંધવામાં આવ્યો હતો. ગાયનેક વિભાગ દ્વારા કાઢવામાં આવેલ તારણ મુજબ દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે. નબળી પરિસ્થિતના લોકો તો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે જ છે, સાથોસાથ સધ્ધર લોકો પણ સિવિલ હોસ્પિટલમાં થતી સચોટ સારવાર અંગે માહિતગાર થઈને સારવાર માટે આવી રહ્યાં છે. ખાસ કરીને, ગીર-સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી જેવા છ જિલ્લાઓમાંથી આવતાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં થતી નોંધનીય કામગીરીને લઈને, પ્રાઇવેટમાં જતાં દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે. જેથી કરીને ગત વર્ષના છેલ્લાં ત્રણ માસની સરખામણીમાં આ વર્ષે ૩ મહિનામાં વિવિધ સારવાર લેનારની સંખ્યામાં ૬૬.૭૮% નો વધારો નોંધાયો છે, ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગરીબ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!