દ્વારકામાં સીડીએસ બિપીન રાવત સહિત ૧૩ શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ

0

તમિલનાડુના કન્નુર ગામ નજીક સેનાના હેલિકોપ્ટરની દુર્ઘટનામાં વિર શહિદ સપૂત બિપીન રાવત અને તેમના પત્ની અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર નજીક પૂર્વ દરવાજા ખાતે રાષ્ટ્રના વીર શહીદ થયેલા બિપીન રાવત તથા અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં દ્વારકાધીશ આવતા યાત્રાળુઓ, દ્વારકાના સ્થાનિક લોકો તથા અગ્રણીઓએ જાેડાઈ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધા સુમન અર્પણ કરીને ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યો, ચીફ ઓફિસર અને આગેવાનોની સાથે પ્રવાસી શ્રદ્ધાળુઓ પણ જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!