ઈપીએફ-૯પ આધારીત કર્મચારીઓનાં મંજુર થયેલા પેન્શન વધારાનો અમલ કરવા વડાપ્રધાનને રજુઆત

0

કચ્છ કાઠીયાવાડ ગુજરાત ઈપીએફ-૯પ આધારીત કર્મચારીઓનાં હિત માટે જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે જેમાં દેશનાં ઈપીએફ-૯પ આધારીત સરકારી અને અર્ધસરકારી નિગમ સહીતના કર્મચારીઓને લઘુતમ સાડા સાત હજાર રૂપિયાનું માસીક પેન્શન આપવાની પેન્શનરોની લાંબા સમયની માંગનું સૈધ્ધાંતીક સ્વીકાર કરીને પેન્શનરોને લઘુતમ પેન્શન આપવા અંગે સંભવિત વિભાગને આદેશ કર્યો તેને લાંબો સમય વિતી જવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી. તાજેતરમાં જ દેશભરના પેન્શનરો દિલ્હીમાં કર્મચારીઓનાં હિત માટે સત્યાગ્રહની લડત લડતા જનરલ રાઉત દ્વારા દંડવત પ્રણામ કરીને સત્યાગ્રહનો એક અનોખો રાહ બનાવીને સરકારનાં ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી ઈપીએફ આધારીત કર્મચારીઓનાં મામુલી મળતા પેન્શનમાં ન્યાયકારી સમસ્યાનો ઉકેલ લાવી સાડા સાત હજાર લઘુતમ પેન્શનનો અમલ શરૂ કરવા માંગ કરી છે ત્યારે હવે જાે તાત્કાલીક ધોરણે નિવૃત કર્મચારીઓની માંગણી સ્વીકાર કરીને એસટી નિગમ સહીતનાં પીએફ આધારીત કર્મચારીઓનાં પેન્શનમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુચીત વધારાનો અમલ નહી થાય તો ના છુટકે સમગ્ર દેશનાં ૬પ લાખથી વધુ કર્મચારીઓને સાથે રાખી દેશ વ્યાપી આંદોલન કરવાની ફરજ પડશે તેમ વડાપ્રધાનને  પાઠવેલા પત્રમાં મધુર સોશ્યલ ગૃપ જૂનાગઢ દ્વારા ચીમકી અપાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!