શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન જૂનાગઢ દ્વારા જ્ઞાતિનાં સીએની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

0

શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન જૂનાગઢ ખાતે સીએ ઇન્ટર, સીએ ફાઉન્ડેશન અને સીએ ફાઇનલની પરીક્ષા આપવા માટે કોડીનાર, દ્વારકા, ચોરવાડ, કેશોદ, તાલાળા, બાબરા, મોડાસા, વેરાવળ જેવા વિવિધ શહેરોમાંથી આવેલા ૧૫ પરીક્ષાર્થીઓ કે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી  લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રહી સીએની પૂર્વ તૈયારી માટે દિવસ-રાત એક કરીને અથાગ મહેનત કરી રહયા છે, આ પરીક્ષાર્થીઓને તા. ૧૧/૧૨/૨૦૨૧ને શનિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન – જૂનાગઢના પદાધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવાના પ્રસંગે વિદ્યાર્થી ભવનના મેનેજીંગ ટ્રસ્ટી  મહેન્દ્રભાઈ મશરૂ, લોહાણા મહાજનના મહામંત્રી નંદલાલભાઇ ચોલેરા તેમજ લોહાણા મહાજનના પદાધિકારીઓ નીતિનભાઈ તન્ના, સુરેશભાઈ દત્તા, ડો. સંજય ચોલેરા, હેમાંશુભાઈ કારીયા, કેળવીકાર વિજયભાઈ ખખર,  રવિભાઈ કારીયા, હરેશભાઈ સેજપાલ,  કિશનભાઇ ઠકરાર તેમજ પ્રો. મનીષભાઈ નાગ્રેચાએ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ દ્વારા તેમજ મીઠું મોઢું કરાવીને શુભેચ્છાઓ પાઠવેલ. તેમજ અનિવાર્ય સંજાેગોને કારણે આ પ્રસંગે હાજર ન રહીશ કનાર શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ ડોલરભાઈ કોટેચા, સેક્રેટરી પી. બી. ઉનડકટ અને ટ્રસ્ટી શરદભાઈ આડતીયા દ્વારા પરીક્ષાર્થીઓને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા ઉપસ્થિત પરીક્ષાર્થીઓને  તારીખ ૧૩ અને ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલ સીએની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી રઘુવંશી સમાજમાં નામ રોશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ ઉચ્ચ અભ્યાસથી વધુ સારી પદવીઓ મેળવી તમારરૂ જીવન રઘુવંશી સમાજના નવયુવકો માટે પથદર્શક અને પ્રેરણાદાયી બનાવવા અનુરોધ કરી ઉપસ્થિત પરીક્ષાર્થીઓને ઉત્સાહિત કરેલ હતા.ઉપસ્થિત વિદ્યાર્થી ભવનના નવનિયુક્ત ટ્રસ્ટી ડો. સંજય ચોલેરાએ મહેન્દ્રભાઈ મશરૂના વિદ્યાર્થી કાળમાં તેઓ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન – જૂનાગઢ ખાતે રહીને બહાઉદિન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી મેળવેલ પદવી ત્યારબાદ એલ.એલ.બી.ની પદવી તેમજ તેઓએ વિદ્યાર્થીકાળથી જ જનરલ સેક્રેટરી તરીકે તેમના સફળ નેતૃત્વ અને સેવાકીય પ્રવૃતિનો આછેરો પરિચય આપી ઉપસ્થિત સર્વેને રોમાંચિત કરી દીધા. કેળવણીકાર વિજય ખખ્ખરે સી.એ. પદવી વિશેનું મહત્વ સમજાવી ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા. ઉપસ્થિત પરીક્ષાર્થીઓ દ્વારા તેઓને કેટલાક મહિનાઓ દરમ્યાન શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન દ્વારા કરવામાં આવેલ નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા તેમજ વાંચન માટેનું શાંત, સુંદર અને સવલતવાળું વાતાવરણ પૂરૂ પાડવા માટે મહેન્દ્રભાઈ મશરૂ,  ડોલરભાઈ કોટેચા, પ્રો. પી. બી. ઉનડકટ, શરદભાઈ આડતીયા વગેરે ટ્રસ્ટીઓનો ખુબ ખુબ આભાર માનવામાં આવેલ હતો. કાર્યક્રમના અંતે મહેન્દ્રભાઈ મશરૂએ અન્ય શહેરોમાંથી જુનાગઢ કેન્દ્રમાં સી.એ.ની પરીક્ષા આપવા માટે આવનાર રઘુવંશી પરીક્ષાર્થી કે જે તેમના શહેરથી અપડાઉન કરે છે તેઓની રહેવા-જમવાની સગવડતાની શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન– જૂનાગઢ  દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન લોહાણા વિદ્યાર્થી ભવનના નવનિયુક્ત ટ્રસ્ટીઓ હેમાંશુભાઈ કારિયા અને ડો. સંજય ચોલેરા દ્વારા કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!