જૂનાગઢ ખાતે પહેલીવાર આયોજીત આર્ટ કેમ્પમાં જૂનાગઢ, જામનગર, અમદાવાદ, રાજકોટ, વેરાવળનાં કલાકાર મિત્રોએ સાથે મળી ભવનાથ, ઉપરકોટ, લાલઢોરી, દામોદર કુંડ, દીવાન ચોક વગેરે ઐતિહાસિક અને અલોૈકિક ગોૈરવ સમાન સ્થાપત્યનાં લાઈવ ચિત્ર બનાવેલ હતા. આ બે દિવસનાં આર્ટ કેમ્પમાં ૧ર વર્ષથી ૬પ વર્ષનાં કલાકારો પણ જાેડાયા હતા. કુલ ૪૭ કલાકારોએ ૧૦૮ ચિત્રોનું નિર્માણ કરેલ હતું. જેમાં અજમેર રાજસ્થાનનાં વતની હાલ રાજકોટનાં ખ્યાતનામ આર્ટિસ્ટ ગિરીશભાઈ ચોરાસીયા દ્વારા નવોદિત કલાકારોને સ્થળ ઉપર લાઈવ ચિત્રોનો ડેમો આપી કલાનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પ્રેરણા ધામ ખાતે મહંત લાલજીબાપુનાં હસ્તે કલાકારો દ્વારા તૈયાર થયેલ ચિત્રોનું પ્રદર્શન જૂનાગઢની કલા પ્રેમી જનતા માટે ખૂલ્લું મુકવામાં આવેલ હતું. સાથે આ કાર્યક્રમમાં લેફટ. જનરલ બિપીન રાવતને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી. આર્ટ સોસાયટી જૂનાગઢનાં પ્રમુખ ભાવેશ વેકરીયા, મનોજ ગોહિલ, તુષાર પટેલ, યોગેશ ગોહિલ, નૈનેશ વાઘેલા, મિલાપ અગ્રવાત, દીપેન જાેશી, ધર્મેશ પરમાર, રીમ્પલ પટેલ, દર્શિકા લખલાણી વગેરેએ કલા સાધકો માટે આ વર્કશોપનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન કરેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews