જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂરજાેશથી ચાલી રહી છે. રાત – દિવસ આ કામ ચાલી રહયું છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ જે તે એજન્સી દ્વારા જ ફરીથી રસ્તા રીપેરીંગ કરી નાખવામાં આવશે તેમ જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું. ગુજરાત રાજયમાં દરેક શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાનાં કામો મોટાપાયે ચાલી રહયા છે અને પ્રત્યેક શહેરમાં આ કામગીરી વહેલીતકે પુર્ણ થાય તે માટેનાં આદેશો જારી થયેલા છે. સરકારશ્રી દ્વારા નિયત થયેલા કામો અંતર્ગત પાણી પુરવઠા બોર્ડ હસ્તક જૂનાગઢ શહેરમાં પણ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પાઈપ બિછાવવાની કામગીરી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહી છે. હાલ વંથલી રોડ એટલે કે, મોતીબાગ સર્કલથી અક્ષરવાડી સુધીનું આ કામ ચાલી રહયું છે. હજુ હમણાં જ એટલે કે ચોમાસાનાં દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરનાં મોતીબાગ – ટીંબાવાડી રોડ ઉપરાંત શહેરનાં અન્ય રાજમાર્ગો જે ખરાબ થઈ ગયેલા હતા તે રીપેર કરવામાં તેમજ રીસર્ફેશ કરી નાખવામાં આવેલ હોય જેને કારણે લોકોને સહેજ રસ્તાઓ બાબતે નિરાંત થઈ હતી અને ત્યાં જ આવા જ રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અંતર્ગત ખોદકામ થઈ રહયું છે અને પાઈપ બિછાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે લોકો આ અંગે ફરીયાદનો સુર વ્યકત કરી રહયા છે કે, જૂનાગઢવાસીઓને રસ્તા પ્રશ્ને કાયમને માટે દુઃખદાયક જ રહયું છે. હમણાં જ રસ્તાનું રીપેરીંગ થયું હતું ત્યાં પાછા ફરીવાર તોડવાની કામગીરી થાય છે તો પ્રથમથી જ આયોજન પૂર્વક કામગીરી કરી ભૂગર્ભ ગટરનાં પાઈપ કે અન્ય કોઈ ખોદકામની કામગીરી પહેલા કરી લેવી જાેઈએ અને ત્યારબાદ ડામર પાથરવાની કામગીરી હાથ ધરવી જાેઈએ તેવું લોકો બોલી રહયા છે. અને હવે તુટેલા રસ્તાની સમસ્યા ફરી એકવાર જનતાને નડશે તેવો વેધક સવાલ પણ સર્વત્ર ચર્ચાઈ રહયો છે ત્યારે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ જયાં પણ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પાઈપ બિછાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી પૂર્ણ થયા બાદ જે તે એજન્સી દ્વારા જે તે રોડ રસ્તાનું રીપેરીંગનું કામ તેમના દ્વારા જ પુરૂ કરવામાં આવશે અને આ કામગીરી સરકારે જ સોંપી છે અને પાણી પુરવઠા બોર્ડ હસ્તકની છે જેથી કામ પૂર્ણ થયે પાછા રસ્તાને સમથળ બનાવી નાખવામાં આવશે. જૂનાગઢવાસીઓને ફરી પાછા રીસર્ફેશીંગ વાળા રસ્તા મળી જશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews