થર્ટી ફર્સ્ટ મનાવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્યાસીઓ માટે બેડ ન્યુઝ : ખંભાળિયાના સોનારડી ગામેથી રૂા.૯.૨૦ લાખના વિદેશી શરાબના જથ્થા સાથે બે શખસો ઝબ્બે : અન્ય પાંચના નામ ખુલ્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટના તહેવાર નિમિત્તે બૂટલેગરો સક્રિય થઈ, પ્યાસીઓ માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવતાં આવા શખ્સોના મનસૂબા ઉપર જિલ્લા એલ.સી.બી. પોલીસ તથા સ્થાનિક પોલીસે ઠંડુ પાણી રેડી દીધુ છે. ખંભાળિયાના સોનારડી, સલાયા અને ખીરસરા ગામે પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં કુલ ૨,૩૯૨ બોટલ પરપ્રાંતીય શરાબના જથ્થા સાથે ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં અન્ય આઠ શખ્સોના નામ પણ જાહેર થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશી દારૂ સામે કડક રીતે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીની સુચના મુજબ ગઈકાલે મંગળવારે સાંજે જિલ્લા એલ.સી.બી. વિભાગ દ્વારા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભારવાડીયા અને બોઘાભાઈ કેસરિયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા-દ્વારકા રોડ ઉપર અત્રેથી આશરે ૨૩ કિલોમીટર દૂર સોનારડી ગામની સીમમાં કનકસિંહ ભીખુભા જાડેજા તથા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના બે બંધુઓની કબજા ભોગવટાની વાડીમાં એલ.સી.બી. સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળે બંને શખ્સો દ્વારા એક ઓરડીમાં છુપાવેલી છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની પેટીનો વિશાળ જથ્થો સાંપડયો હતો. જેની ગણતરીમાં રૂપિયા ૯,૨૦,૪૦૦ની કિંમતની ૨,૩૦૧ બોટલ દારૂ આ સ્થળે હોવાથી પોલીસે કનકસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૨૮) તથા જુવાનસિંહ ભીખુભા જાડેજા(ઉ.વ.૪૦) નામના બંને શખ્સોની પ્રોહીબીશન એક્ટ મુજબ અટકાયત કરી, રૂા.૯,૨૦,૪૦૦ની કિંમતના પરપ્રાંતિય શરાબ તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા રૂપિયા ૨૫ હજારની કિંમતના એક મોટરસાયકલ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૯,૫૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો આ જથ્થો ઉપરોક્ત બંને શખ્સોએ અન્ય બે શખ્સો એવા રાણ ગામના ગઢવી જાેધા ભીખા શાખરા અને સાજા દેવાણંદ શાખરા નામના અન્ય બે શખ્સોની ભાગીદારીમાં મળી ઉપરોક્ત ચારેય શખ્સોએ આ દારૂ મંગાવ્યો હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત આ પ્રકરણમાં સોનારડી ગામના દિલીપસિંહ ભીખુભા જાડેજા, ખંભાળિયાના આસપાલ શાખરા તથા રાણ ગામના ચંદુ સાજા શાખરા ગામના શખ્સોના નામ પણ જાહેર થયા છે. જેથી પોલીસે વિદેશી દારૂના સપ્લાય તથા મદદગારી સબબ અન્ય પાંચ શખ્સોને હાલ ફરાર ગણી, તેઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, કનકસિંહ તથા જુવાનસિંહની અટકાયત કરી હતી. આ પ્રકરણની આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા ચલાવી રહ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, નરસિંહભાઈ સોનગરા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારૂ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

સલાયા તથા ખીરસરામાં પણ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

અન્ય એક દરોડો ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસે વચલાબારા ગામે પડ્યો હતો. જેમાં વચલા બારા ગામના રહીશ કિશોરસિંહ મનુભા જાડેજા નામના ૨૯ વર્ષના શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૩૬ હજારની કિંમતની ૭૨ બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.૪૧ હજારના મુદ્દામાલ સાથે પોલીસે કિશોરસિંહ મનુભાની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં દારૂનો આ જથ્થો તેણે દખણાદા બારા ગામના કિરીટસિંહ દેવુભા જેઠવા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે તેને હાલ ફરાર ગણી, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક પોલીસે ગત રાત્રીના મુનોવર ચિકન શોપ ગામની એક દુકાનમાં દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ચાર હજારની કિંમતની વિદેશી દારૂની દસ બોટલ ઉપરાંત રૂપિયા ૯૦૦ની કિંમતના નવ નંગ ચપલા તેમજ રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૯,૯૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ખીરસરા ગામના અસગર અલી સુલેમાન જાેખીયા નામના શખ્સની અટકાયત કરી હતી. જ્યારે તેના પાર્ટનર એવા મયુર મનસુખભાઈ ગોસ્વામી તથા પોરબંદર તાલુકાના નાગકા ગામે રહેતા બાવન કાનાભાઈ રબારી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે આરોપી અસગર અલી જાેખીયાની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એ. બારડ ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!