માંગરોળમાં સ્કૂલની બહાર એક વિદ્યાર્થી ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ચકચાર

0

માંગરોળમાં સ્કૂલની બહાર એક વિદ્યાર્થી ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ માંગરોળની તિરૂપતિ હાઈસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા યશ ખિમા વાજા નામના વિદ્યાર્થી ઉપર કોઈ અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. સ્કૂલમાંથી બપોરે રજા મળવાના સમયે અગાઉથી સ્કૂલની બહાર ઘાત લગાવીને બેસેલ અજાણ્યા વ્યક્તિએ જેવી સ્કૂલમાં રજા મળી એટલે સ્કૂલમાંથી બહાર આવેલ યશ વાજા ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો કરનાર શખ્સ સીસીટીવી ફૂટેજમાં ભગી રહેલ નજરે પડે છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ૧૦૮ દ્વારા માંગરોળ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. જયાંથી વધુ સારવાર માટે રીફર કરાયો હતો. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ તિરૂપતિ સ્કૂલ છુટતાની સાથે બનાવ બન્યો હતો. અગાઉથી જ એક છોકરો બાર ઉભેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે મારનાર વ્યક્તિએ મોઢા ઉપર કપડું બાંધ્યું હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દવાખાનામાં સારવારમાં હાલ તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. યશ વાજા નામનો આ વિદ્યાર્થી માંગરોળની એક હોસ્ટેલનો હોવાનું જાણવા મળેલ છે. માંગરોળ પોલીસે ઘટના સ્થળે દોડી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!