સુરક્ષાની દ્રષ્ટીેએ તથા વિશ્વમાં વિખ્યાત એેવા સોમનાથ મંદિર સહિત મહત્વના સ્થળો ધરાવતા ગીર સોમનાથ જીલ્લામાં ૩૧ સ્થળોએ ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ગાંધીનગરથી રાજયના ગુપ્તચર વિભાગના પોલીસ મહાનિરીક્ષકના પત્ર મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષાની દ્રષ્ટીએ મહત્વ ધરાવતા સ્થળોને રેડ ઝોન અને યેલોઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. તેવા જીલ્લાના ૩૧ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન (ેંછફ)નો ઉપયોગ કરવા ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી. લીંબાસીયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઇએ પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે. ગુપ્તચર વિભાગે ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઝોન અને યેલોઝોનમાં મુકેલ મહત્વના સ્થળોની યાદી જાેઇએ તો તેમાં સોમનાથ મંદિર, વેરાવળનું ભાલકા મંદિર, સ્પેશીયલ બ્યુરો ઓફીસ – સુત્રાપાડા, વેરાવળ કોસ્ટગાર્ડ સ્ટેશન, વેરાવળ, તાલાલા અને ઉનાની ત્રણેય સબ જેલો, વેરાવળની ડ્રીસ્ટ્રીકટ કોર્ટ, ઉનાની ડીસ્ટ્રીકટ કોર્ટ, ગીર સોમનાથ કલેકટર કચેરી, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક કચેરી, કોડીનારનું છારા પોર્ટ (બંદર), વેરાવળ અને પ્રભાસપાટણનું ૬૬ કેવી સબ સ્ટેશન, ઉનાનું ૨૨૦ કેવી સબ સ્ટેશન, તાલાલાનું ૧૩૨ કેવી સબ સ્ટેશન, સુત્રાપાડા ટીંબડીનું ૨૨૦ કેવી સબ સ્ટેશન, વેરાવળનું બસ સ્ટેેશન અને રેલ્વે સ્ટેશન, તાલાલાનો હિરણ-૨ ડેમ, વેરાવળ સીવીલ હોસ્પિટલ, વેરાવળ લાઇટ હાઉસ, નવાબંદર લાઇટ હાઉસ, વેરાવળનો માઇક્રોવેવ ટાવર, ઉના અને કોડીનારનો, વેરાવળની ઇન્ડીયન રેયોન કંપની, કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની, સુત્રાપાડા સિધ્ધી સીમેન્ટ કંપની અને જી.એચ.સી.એલ. કંપનીના સ્થળોનો સમાવેશ કરાયો છે. આ તમામ સ્થળોએ મંજૂરી વગર ડ્રોન ઉડાડી ઉપયોગ કરનાર સામે ઇ.પી.કો.ની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી થશે. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews