જૂનાગઢ શહેરમાં મંગળવારે ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. શહેરમાં ૧૩.૮ અને ગિરનાર પર્વત ઉપર ૮.૮ ડિગ્રી ઠંડી રહેવા પામી હતી. દરમ્યાન શુક્રવારથી લઇને મંગળવાર સુધી ઠંડાગાર પવન ફૂંકાશે. બાદમાં લઘુત્તમ તાપમાન ૧૦ થી ૧૨ ડિગ્રી સુધી પહોંચતા ઠંડીમાં વધારો થશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ૧૫ ડિસેમ્બરથી ઉત્તર ભારતીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમી મેદાની ભાગોમાં વેધર ડિસ્ટર્બન્સની અસર થશે જેના કારણે બરફ વર્ષા તેમજ હિમ વર્ષા થઇ શકે છે. ત્યારે હિમ વર્ષા કે બરફ વર્ષાના કારણે ઉત્તરીય અને ઇશાની પવન ફૂંકાત ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે. પરિણામે શુક્રવારથી લઇને મંગળવાર સુધી ઠંડાગાર પવન ફૂંકાશે. લઘુત્તમ તાપમાન ૧૦ થી ૧૨ ડિગ્રી સુધી રહેશે. પાક માટે આ સાવચેતી જરૂરી ચણા, ધાણા, સરસવ, રાજમા વગેરે પાકને ઠારથી બચાવવા સાંજના સમયે પિયત કરવું અને તે પણ ફુવારા પદ્ધતિથી, જ્યારે આંતર ખેડ ન કરવી. ખાતરમાં પોષક દ્રવ્યો ન આપવા કારણકે ઠારના સમયમાં છોડના મૂળની કામ કરવાની ક્ષમતા નબળી પડી જતી હોય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews