જૂનાગઢમાં ગેરકાયદેસર મંડળી રચી અને હથીયારો ધારણ કરી જીવલેણ હુમલો : ૪ સામે ફરીયાદ

0

જૂનાગઢ શહેરમાં સુખનાથ ચોક જમાલવાડી જંગલશા બાપુની દરગાહ તરફ જતાં રસ્તા ઉપર લીમડા પાસે બનેલા એક બનાવમાં ગેરકાયદેસર મંડળી રચી હથીયારો ધારણ કરી અને જીવલેણ હુમલો કરી ઈજા કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર સોહીલ ઉર્ફે રોઝડો બોદુભાઈ ઠેબા ગામેતી (ઉ.વ. ર૪) રહે. જમાલવાડી બે પીરની દરગાહ પાસે જૂનાગઢવાળાએ અન્નો, કારો ગામેતી, અબ્દુલ ફકીર, કામા બાપુ રહે. બધા ભારત મીલનાં ઢોળાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને આ કામના આરોપીઓ સાથે આજથી ચારેક દિવસ પહેલા મોટર સાયકલ ક્રોસ કરવા બાબતે માથાકુટ થયેલ હતી તે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ કાવત્રુ રચી અને આરોપી નં. ૪ કામા બાપુનાં કહેવાથી આરોપીઓ ૧ થી ૩ પોતાનાં અલગ અલગ મોટર સાયકલ ઉપર ધારીયા સાથે આવી અને ફરીયાદીને આ કામના આરોપી અબ્દુલ ફકીરે ડોકમાં પાછળનાં ભાગે એક ગંભીર ઘા મારી તેમજ આરોપી નં. ૧નાએ માથામાં જમણી બાજુ એક ઘા મારી દીધેલ તેમજ આરોપીઓ નં. ૧ થી ૩નાં એ ફરીયાદીને ઉંધા ધારીયા વડે તથા ઢીકાપાટુનો શરીરે આડેધડ મુંઢ માર મારી ઈજાઓ કરી ભુંડી ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી મારી નાખવાનાં ઈરાદે ઘાતક હથીયારો વડે જીવલેણ ગંભીર ઈજાઓ કર્યા હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૦૭, ર૯૪ (બી), પ૦૬ (ર), ૧૧૪, ૧ર૦ (બી), જીપીએકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.પી. ચુડાસમા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!