વેરાવળમાંથી લગ્ન પ્રસંગે ગયેલા પરીવારના બંધ મકાનને ફઇના છોકરાએ નિશાન બનાવી સોનાની વિટી અને રોકડ મળી રૂા. ૪૧ હજારના મુદામાલની ચોરી કરી નાસી ગયેલ હતો. આ ઘરફોડ ચોરી અંગે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની ગણતરીના કલાકોમાં જ આરોપી તસ્કરને ઝડપી લઇ ચોરેલ મુદામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરતા ફઇના છોકરાએ તેના મામાના ઘરમાં જ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. હાલ શિયાની સીઝન અને લગ્નગાળો ચાલી રહેલ હોવાથી પ્રસંગોને લઇ અનેક લોકો ઘર બંધ કરી જતા હોય છે. ત્યારે તસ્કરો આવા બંધ મકાનોને નિશાન બનાવવાની ઘટના પણ બનતી હોય છે. એવા સમયે વેરાવળમાં ફઇના છોકરાએ મામાના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કર્યાનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પૂર્વે તા.૧૧ના રોજ કલ્યાણ સોસાયટી પાસે રહેતા વિમલ અમૃતલાલ મણીયાર તેમના પરીવાર સાથે ઘર બંધ કરી લગ્ન પ્રસંગ અર્થે બહાર ગયેલ હતા. ત્યારે આખો દિવસ બંધ રહેલ મકાનને કોઇ તસ્કરે નિશાન બનાવી મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશી રૂમના કબાટમાંથી રૂા. ૪૦ હજારની કિંમતની એેક તોલાની સોનાની વીંટી તથા રોકડા રૂા.૭૦૦ મળી કુલ રૂા.૪૦,૭૦૦ ની માલમતાની ચોરી થઇ હતી. આ ઘરફોડ ચોરી અંગે વિમલભાઇએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.સીટી પોલીસનાં ડી-સ્ટાફ બ્રાંચે તસ્કરને શોધવા માટે હ્યુમન તથા ટેકનીકલ સર્વેલન્સની માહિતી થકી એક શંકાસ્પદ શખ્સની ઓળખ મળી હતી. જેની શોધખોળ ચાલી રહેલ દરમ્યાન સ્ટાફના દેવદાન કુંભારવડીયા, મયુર મેપાભાઈની સંયુકત બાતમી હકીકતના આધારે ઘરફોડ ચોરીને અંજામ આપનાર મનોજ ચીમનભાઇ ડાભી રહે.વેરાવળવાળાને શહેરમાંથી જ ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરેલ સોનાની વિટી તથા રોકડા રૂા.૭૦૦ જપ્ત કરવામાં આવેલ હતા. આમ પોલીસે ચોરીની ઘટનાની ગણતરીના કલાકોમાં જ આરોપી તસ્કરને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા ચોંકાવનારી હકકીત સામે આવી હતી. જેમાં આરોપી તસ્કર મનોજ ડાભીએ તેના મામાના ઘરે જ ચોરી કરી હોવાનું પોલીસને જાણવા મળેલ હતુ. આમ, ફઇના છોકરાએ મામાના ઘરમાં જ ખાતર પાડી ચોરી કર્યાને લઇ સૌ કોઇ ચોંકી ગયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews