૫રોક્ષ રીતે રમાઈ રહેલા ઓનલાઈન જુગારથી મની લોન્ડરિંગનો ધંધો વિકસતા ગુજરાત જુગાર નિવારણ અધિનિયમમાં સુધારા કરવા કાયદા પંચની સરકારને ભલામણ

0

ગુજરાત રાજય કાયદા પંચ(જીએસએલસી)એ રાજય સરકારને એક અહેવાલ સુપરત કરીને ઓનલાઈન જુગારને હાલનાં કાયદાનાં દાયરા હેઠળ લાવવાની ભલામણ કરી છે. હાલનાં જુગાર કાયદા હેઠળ ઓનલાઈન જુગાર રમતા વ્યકિતની સામે ફોજદારી કેસ કરવાની અને સજા અપાવવાની જાેગવાઈ નથી અને હાલમાં માત્ર પ્રત્યક્ષ ધોરણે રમાતા જુગાર બાબતોની કલમોનો જ સમાવેશ થાય છે. પંચ દ્વારા હાલની છ મહિનાની સજાની જાેગવાઈને વધારીને બે વર્ષ સુધીની સજાની જાેગવાઈ કરવાની ભલામણ કરી છે અને નોંધ કરાઈ છે કે, ઓનલાઈન જુગારનાં પ્લેટફોર્મનો ખૂબ જ મોટા પાયે વિકાસ થયો છે અને તેનાં મની લોન્ડરિંગની પ્રવૃત્તિ થાય છે. પંચ દ્વારા રાજય સરકારને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત જુગાર નિવારણ અધિનિયમ,૧૮૮૭(ગેમ્લીંગ એકટ)માં યોગ્ય સુધારો કરીને ક્રિકેટ સટ્ટા અને ઓનલાઈન જુગારને અંકુશમાં લેવા માટે પગલા લેવાની જરૂર છે. હાલમાં ઓનલાઈન જુગાર રમતા પકડયોલા  વ્યકિતઓ સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદા હેઠળ કેસ કરવામાં આવે છે અને જુગાર અધિનિયમમાં આરોપીઓને માત્ર છ મહિના સુધીની સજાની જાેગવાઈ છે. ઓનલાઈન જુગાર બાબતે પંચ દ્વારા અવલોકન કરાયું છે કે, ઓનલાઈન જુગાર એ આદત બની જાય છે અને તેમાં મોટા પ્રમાણમાં વ્યવહારો અને રોકડ પ્રવાહનો સમાવેશ થાય છે જે મની લોન્ડરિંગને છુપાવવા માટે વપરાય છે. એવું કહી શકાય કે, જુગાર મની લોન્ડરિંગ માટેનું માધ્યમ છે. ઓનલાઈન જુગાર પ્રત્યક્ષ રીતે રમાતો નહી હોવાથી તે પ્રવૃત્તિ અને તેમાં ઉપયોગ થઈ રહેલા નાણાંનો પ્રવાહનો રોકવા ખૂબ જ મુશ્કેલ બનાવે છે. આ ઉપરાંત ઓનલાઈન જુગાર મની લોન્ડરિંગ માટે આકર્ષિત થઈ શકે છે. અહેવાલમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જુગાર અધિનિયમની જાેગવાઈઓમાં યોગ્ય સુધારો નહી કરવામાં આવ્યો હોવાથી ઓનલાઈન જુગારની વાત આવે ત્યારે કોઈ તપાસ કે પગલા લેવામાં આવતા નથી. આ કાયદો ઓનલાઈન જુગારનાં પાસા ઉપર સંપૂર્ણપણે મોૈન છે. જાે કોઈ ગુજરાત રાજયમાં કે રાજય બહાર અથવા જુગારધામમાં રમી/પત્તા રમતા પકડયા તો તેની ધરપકડ કરવામાં આવે છે. જાે કે, ઓનલાઈન જુગારનાં ગુના માટે કોઈની ધરપકડ કરી શકાતી નથી અથવા કેસ દાખલ કરી શકાતો નથી. જાે ઓનલાઈન ગેમ્સમાં જુગાર સામેલ હોય અને જાે કોઈ વેબસાઈટ ગુજરાત રાજયમાં કાર્યરત હોય અથવા કોઈ જુગારની રમતમાં સંલગ્ન હોય, તો તેનાં ઉપર કાર્યવાહી થવી જાેઈએ જેનાં માટે ઓનલાઈન જુગારને નિયંત્રિત કરવા અને કોઈપણ ગેરકાયદેસરને રોકવા માટે નિયમનકારી માળખાની જરૂર છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આવી ઘણી રમતો મની લોન્ડરિંગમાં પરિણામે છે અથવા વિદેશી વિનિમયને લગતા કાયદાઓનું ઉલ્લંઘન પણ કરે છે. હાલનાં અધિનિયમમાં વ્યાખ્યાયિત કરાયેલા સ્થળ શબ્દને તાત્કલિક અસર માટે સુધારવાની જરૂર છે કે, સ્થળની વ્યાખ્યામાં હાલમાં તંબુ, બંધ જગ્યા, ખૂલ્લી જગ્યા, વાહન અને જહાજનો સમાવેશ થાય છે. હવે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટમાં દર્શાવ્યા મુજબ વચ્ર્યુઅલ પ્લેટફોર્મ, મોબાઈલ એપ્લિકેશન અથવા ઈન્ટરનેટ અથવા કોઈપણ સંચાર ઉપકરણ, ઈલેકટ્રોનિક એપ્લિકેશન, સોફટવેર, ઓનલાઈન ગેમિંગ અને કોમ્પ્યુટર સંસાધનનો પણ તેમાં સમાવેશ થવો જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!