કપુરવાવનાં મહાકાળીધામ ખાતે બે દિવસ સુધી ધર્મમહોત્સવનું ભવ્ય આયોજન

0

ચોટીલાનાં થાનગઢ નજીક મહેતા, માઢક, શિલુ અને ધાંધીયા પરીવારનાં કુળદેવી મહાકાળી માતાજીનાં મંદિર ખાતે તા. ૧૮ અને ૧૯ ડીસે.નાં રોજ નવચંડી મહાયજ્ઞ યોજાશે.  જેમાં ૧૮ ડીસે.નાં રોજ સાંજે ૭ કલાકે નૈવેધ, રાત્રે લોકડાયરો, તા. ૧૯ ડીસે.નાં રોજ સવારે ૮.૩૦ કલાકે સંતોના સામૈયા સાથે સવારે હોમાત્મક નવચંડી યજ્ઞ યોજાશે. લોકડાયરામાં હાસ્યકલાકાર શાહબુદીન રાઠોડ, હરેશદાન સુરૂ, પરેશદાન ગઢવી, શૈલેષભાઈ મહેતા, ઉદયભાઈ ધાધલ પોતાની વાણી પીરસશે. આ પ્રસંગે સંતશ્રી મુકતાનંદ બાપુ (ચાંપરડા), નિલકંઠ સ્વામી (જેતપુર), મહાદેવબાપુ (તાજપુરા), જયંતી રામબાપા (ધુનડા) રામબાલકદાસ બાપુ (વાકુનીધાર) સહીતનાં સંતો પધારશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા અરૂણભાઈ મહેતા, મહેશભાઈ શીલુ, લલીતભાઈ ધાંધીયા, ઉમેદભાઈ મહેતા, હરેશભાઈ મહેતા, રમેશભાઈ શીલુ, રાજેશભાઈ શીલુ, રવીભાઈ શીલુ, સાગરભાઈ શીલુ સહીત સમગ્ર પરીવારનાં સભ્યો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!