જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયને પોતાની ફરજને સવા વર્ષ પૂર્ણ થતા તેઓનું જૂનાગઢ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તેમની કચેરી ખાતે સન્માન કર્યુ હતું. સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી. કાઠીએ જણાવ્યું હતું કે, છેલ્લા સવા વર્ષથી જૂનાગઢ જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યો ત્યારથી લઈ ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ જીલ્લાને આગવું અને અગ્રસ્થાન અપાવવા બદલ તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ ધો.૧૦ અને ૧રનાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે તેમની શાળાએથી દુર ન જવું પડે અને એકથી દોઢ કિ.મી.માં પરીક્ષા સેન્ટરની ગોઠવણી આર.એસ. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થીઓને સમયનો ખૂબ સદઉપયોગ થયેલ અને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં પણ આ સુંદર વ્યવસ્થા ગોઠવવા બદલ આર.એસ. ઉપાધ્યાયને અભિનંદન આપવામાં આવેલ હતા. આમ જીલ્લા શિક્ષણાધિકારી રમેશભાઈ ઉપાધ્યાયની સુંદર કામગીરીને ધ્યાને લઈ સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી. કાઠી, કે.ડી. પંડયા, ગિજુભાઈ ભરાડ, ચેતનભાઈ શાહ, રમેશભાઈ જાવિયા, નરેશભાઈ ખીમાણી, માતંગભાઈ પુરોહિત સહિતનાએ આર.એસ. ઉપાધ્યાયનું સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews