આરેણામાં વીજ શોકથી ઢેલને ઈજા, મોર બિમાર હાલતમાં મળ્યો

0

માંગરોળ પંથકનાં આરેણા વાડી વિસ્તારમાં ઢેલને વિજશોક લાગતા અબોલ જીવો માટે સતત જાગૃત સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના અરવિંદભાઇ સોલંકી, સતીષભાઇ જાેટવા દ્વારા માંગરોળ સારવાર માટે લાવવામાં આવેલ હતી. તેમજ મક્તુપુર ખાતે એક મોર બિમાર હાલતમાં હોય, સંસ્થાના જયેન્દ્રભાઇ કરગટીયા તેમજ મુકેશભાઇ ઘોડાદ્રા દ્વારા માંગરોળ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ બંને પક્ષીને સંસ્થાના પ્રમુખ નરેશ ગોસ્વામી દ્વારા તેમની ઓફિસ ખાતે પ્રાથમિક સારવાર આપી વનવિભાગને સોંપવામાં આવેલ હતા. નાથાભાઈ નંદાણીયા તેમજ રણજીત પરમાર ફોન દ્વારા સંપર્કમાં રહેલા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!