કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ આફ્રિકાથી બ્રિટન સુધી ઓમિક્રોનનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમ્યાન ભારતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ નવા વેરિયન્ટનાં કેસમાં વધારો થવાની ધારણા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, આ સમયગાળા દરમ્યાન ઓમિક્રોનનાં કેસ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દેશમાં ઓમિક્રોનનાં ફેલાવવાની ઝડપ ડેલ્ટા કરતા વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઓમિક્રોનનાં કેસ ખૂબ જ ઝડપથી વધી શકે છે. જાેકે, તેમણે એમ પણ કહ્યું કે, ઓમિક્રોનનો ચેપ બહુ ગંભીર નહી હોય. અધિકારીએ કહ્યું કે, ઓમિક્રોન ઉપર કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે, તે હવે સ્થાનિક રોગનાં સ્ટેજ ઉપર પહોંચી રહ્યું છે અને તેનાથી ગભરાવાની જરૂર નથી. આ તબક્કામાં ચેપ ઝડપથી થશે પરંતુ તે ગંભીર નહી હોય. ભારતમાં કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનાં અત્યાર સુધીમાં ૬૧ કેસ નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews