વારાણસી મુકામે યોજાનાર અખિલ ભારતીય મેયર સંમેલનમાં જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલ જશે

0

કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ વિભાગ તેમજ ઓલ ઈન્ડિયા કાઉન્સિલર ઓફ મેયર્સ દ્વારા વારાણસી ખાતે તા.૧૭મી ડિસેમ્બર-ર૦ર૧નાં રોજ મેયર કાઉન્સિલનું આયોજન અંતગર્ત જૂનાગઢ મહાનગરનાં મેયર ધીરૂભાઈ ગોહેલને આમંત્રણ મળ્યું હોય, મેયર વારાણસી ખાતે અખિલ ભારતીય મેયર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં ઓલ ઈન્ડિયાનાં મેયરોની ઉપસ્થિતિમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી ગોષ્ટી અને ચર્ચા-વિચારણા કરશે. આ સંમેલનમાં દેશનાં જુદા-જુદા શહેરો અર્થતંત્રનાં ગ્રોથ એન્જીન હોવાથી દેશનાં વિકાસમાં મહતમ ફાળો રહે તે માટે સ્વચ્વતા, શહેરી પરીવહન, પાણી પુરવઠા, આવાસ, આજીવિકા તેમજ શહેરી ઈન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં સ્ટ્રેટજી ઓફ ન્યુ અર્બન ઈન્ડિયા અંતર્ગત ચર્ચા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમની થીમ ઉપર શોર્ટ ફિલ્મ, પ્રદર્શન પણ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!