જૂનાગઢ શહેરનાં અગ્રણી દાતા સુશીલાબેન શાહ દ્વારા વંથલીથી ગિરનાર પર્વત સુધીની છરી પાલક સંઘની યાત્રા યોજવામાં આવી હતી. ભગવાન નેમિનાથના જયકાર સાથે ગિરનાર તળેટી ખાતે બહોળી સંખ્યામાં સંઘનું સ્વાગત કર્યું હતું. જેમાં સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ તથા જાયન્ટસ ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા ફૂલહારથી ચંદ્રિકાબેન વિકલાંગ ટ્રસ્ટના પ્રમુખ, વર્ષાબેન બોરીચાંગર ગાયત્રી મંદિરના ટ્રસ્ટી, આર.બી.વ્યાસ, પ્રભાબેન પટેલ, ડોબરિયાભાઈ, સંતોકીભાઈ વગેરેએ ફૂલહાર અને મોમેન્ટથી સન્માન કરવામાં આવ્યું હતું. જૈન સંઘના કલ્યાણજી આણંદજી પેઢીએ હારથી સ્વાગત કરેલ હતું. તેમજ આ કાર્યક્રમમાં મનસુખભાઈ વાજાને પૂજ્ય વિરાગ દર્શન મહારાજ દ્વારા આશીર્વાદ આપવામાં આવેલ હતા. આ યોજાયેલા કાર્યક્રમમાં પગપાળા યાત્રા કરવાનરનું કવર, થેલી, શાલથી બહુમાન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના પ્રમુખ દિનેશભાઈ શેઠ તથા કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews