જૂનાગઢમાં સાઉન્ડ અને ઈલેકટ્રીક લાઈટનો સામાન ચોરનાર શખ્સ ઝડપાયો

0

જૂનાગઢનાં પો.કો. વનરાજસિંહ ચુડાસમાા તથા રઘુવીરભાઈ વાળાને મળેલી બાતમીનાં આધારે જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ નોબલ સ્કુલ પાસેથી સાઉન્ડ અને ઈલેકટ્રીક લાઈટનો સામાનની ચોરી કરનાર શખ્સ શબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાનભાઈ હાલા રહે. સરદારબાગ પાછળ મેમણ કોલોની જી-બિલ્ડીંગ ત્રીજા માળે બ્લોક નં. ૯ જૂનાગઢવાળાને કુલ કિંમત રૂા. ૯૧૭૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ એન.આઈ. રાઠોડની સુચનાના આધારે પીએસઆઈ આર.એચ. બાંટવા, વિપુલભાઈ રાઠોડ, પરેશભાઈ હુણ, વનરાજસિંહ ચુડાસમા, મુકેશભાઈ મકવાણા, રઘુવીરભાઈ વાળા, ભુપતભાઈ ધુળા વગેરે જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!