વેરાવળ સોમનાથ શહેરમાં વ્યાપક પ્રમાણમાં રસ્તાના કામો ચાલી રહયા છે. ત્યારે બે દિવસ પૂર્વે એક રસ્તાનું કામ નબળુ થયુ હોવા અંગે સોશ્યલ મિડીયાના માધ્યમથી પાલીકાના શાસકો સુધી ફરીયાદ પહોંચતા ત્વરીત રસ્તા કામની સ્થળ વિઝીટ કરતા કામગીરી નબળી દેખાય હતી. જેને લઇ કોન્ટ્રાકટરને બોલાવી નબળુ કામ કઢાવી ત્યાં ફરીથી નવો ડામર નંખાવી રસ્તો બનાવવાનું કામ પાલીકાના શાસકોએ કરાવી લોટ-પાણી અને લાકડાની નિતીથી શહેરમાં એકપણ વિકાસકામ નહીં થાય તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. શહેરમાં પાલીકા દ્વારા થતુ કોઇપણ વિકાસ કામ ખરાબ અથવા નબળુ હોય તો પાલીકાના શાસકોને જાણ કરવા અપીલ કરી હતી. વેરાવળ સોમનાથ શહેરમાં ચોમાસાની સીઝનમાં પડેલ ભારે વરસાદ અને ભુગર્ભ ગટરના કામોને લઇ અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા હોવાથી લોકોને હાડમારીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાને લઇ જાેડીયા શહેરમાં જરૂરીયાત મુજબ નવા રસ્તાઓ બનાવવા તથા રીપેરીંગ કરવા કાર્યવાહી પુર્ણ કરી હતી. હાલમાં પાલીકા તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તે અંતર્ગત રોડ રીસર્ફેસીંગ અને નવા રસ્તા બનાવવાના કામો જાેરશોરથી શરૂ કરવામાં આવ્યા છે. દરમ્યાન બે દિવસ પહેલા પાલીકા કચેરીની બાજુમાં કલબ રોડ તરીકે ઓળખાતા રસ્તાનું રીસર્ફેસીંગ કામ થયુ હતુ. જે કામ નબળુ થયુ હોય તેમ બન્યાના બે દિવસમાં જ રસ્તામાં અમુક જગ્યાએ ડામર ઉખડીને વેરવિખેર થતો હોવા અંગે કોઇ નાગરીક દ્વારા એક વિડીયો રેર્કોડીંગ કરી રસ્તાના કામમાં લોલંમલોલ ચાલતી હોવાનો મેસેજ લખી સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યુ હતું. જે મેસેજ પાલીકાના શાસકો સુધી પહોંચતા પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, પવડી ચેરમેન બાદલ હુંબલ, ઉપપ્રમુખ કપીલ મહેતા,એન્જી. પઢીયાર, ધવલભાઈ અને કોન્ટ્રાકટર ભાવેશભાઈ સાથે રસ્તાનું કામ જાેવા સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં અમુક જગ્યાએ રસ્તામાં નબળા કામના લીધે ડામર ઉખડી ગયો હોવાનું જણાયુ હતુ. જેથી સ્થળ ઉપર જ નબળા કામનો ભાગ કઢાવી નાંખી ત્વરીત તેમા નવો ડામર નંખાવી ફરીથી મજબુત નિયમો અનુસાર કામ કરવાની કોન્ટ્રાકટરને સુચના આપી હતી. આ અંગે પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીએ જણાવેલ કે, સોશ્યલ મિડીયામાં નબળા કામની ફરીયાદને લઇ ત્વરીત પગલા ભરી કોન્ટ્રાકટરના ખર્ચે ફરી બનાવવાની સુચના આપી છે. જાેડીયા શહેરમાં કોઇપણ સ્થળે પાલીકા દ્વારા ચાલતા રસ્તા, ગટર કે કોઇપણ વિકાસકામો નબળી ગુણવતાવાળા કે ખરાબ થતા હોય તો અમોને જાણ કરવા અપીલ છે. અમો શહેરીજનોને સારી ગુણવતાવાળા વિકાસકામો થકી સુવિધા આપવા કટીબધ્ધ છીએ. જેથી કોઇપણ વિકાસ કામમાં લોલંમલોલ ચલાવી લેવાશે નહીં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews