જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૬.ર ડિગ્રીએ પહોંચ્યું હોવા છતાં દિવસભર ટાઢોડું

0

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન તો ૨.૪ ડિગ્રી વધીને ૧૬.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. પરિણામે ઠંડીમાં થોડો ઘટાડો થવો જાેઇએ. પરંતુ પવનની ઝડપ ૩.૪ કિમી વધીને ૬.૧ કિમી થઇ જતા શહેરમાં દિવસભર ટાઢોડું વાતાવરણ જાેવા મળ્યું હતું. શહેરમાં મંગળવારે લઘુત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર જણાઇ હતી. જાેકે, બુધવારે ૨.૪ ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાનમાં ૧૬.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ, ઠંડીમાં મામુલી ઘટાડો થવો જાેઇએ. પરંતુ તેમ છત્તાં દિવસભર વાતાવરણ ટાઢુંબોળ રહ્યું હતું. કારણ કે, પવનની ઝડપમાં વધારો થયો હતો. મંગળવારે પવનની ઝડપ ૨.૭ કિમીની રહી હતી જે બુધવારે ૩.૪ કિમી વધીને ૬.૧ કિમી થઇ ગઇ હતી. આમ, પવનની ઝડપમાં વધારો થતા લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાયા હતા. જાેકે, હવે ઠંડીનો દોર શરૂ થવાનો હોય સ્વેટર, મફલર, હાથ મોજા, કાનપટ્ટી, ધાબળા વગેરેમાં વિંટળાઇ રહેવું પડશે. દરમ્યાન બુધવારે લઘુત્તમ ૧૬.૨, મહત્તમ ૨૭.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૫૨ ટકા અને બપોર બાદ ૩૧ ટકા રહ્યું હતું અને પવનની ઝડપ ૬.૧ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!